ગુજરાત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે જેમાં ; રાજ્યમાં પડેલા ભારે વરસાદથી લઈને વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા ,

અમદાદવાદમાં 12મી જૂને પ્લેન ક્રેશની ઘટના બની હતી. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે પ્લેન દુર્ઘટના બાદ ચાલી રેહલી કામગીરી અંગે બેઠકમાં ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત પૂર્વ CM દિવંગત રૂપાણીના નિધન પર શોક પ્રસ્તાવ પારિત કરશે.

ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આજે એટલે કે 18 જૂન બુધવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. આ બેઠકમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનાથી લઈને રાજ્યમાં પડેલા વરસાદની ચર્ચા કરવામાં આવશે.

અમદાદવાદમાં 12મી જૂને પ્લેન ક્રેશની ઘટના બની હતી. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે પ્લેન દુર્ઘટના બાદ ચાલી રેહલી કામગીરી અંગે બેઠકમાં ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત પૂર્વ CM દિવંગત રૂપાણીના નિધન પર શોક પ્રસ્તાવ પારિત કરશે.

આજે યોજાનારી બેઠકમાં પ્લેન દુર્ઘટના બાદ કરવામાં આવેલી DNA ટેસ્ટિંગની પ્રક્રિયા તેમજ કેન્દ્રીય એજન્સીઓની તપાસ સહિતની બાબતો પર પણ ચર્ચા થવાની સંભાવના છે. આ સિવાય ભાવનગર, અમરેલી, બોટાદ સહિતના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદની સ્થિતિ અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

આ ઉપરાંત બેઠકમાં સૌરાષ્ટ્રમાં વરસાદી આફતમાં રાહત અને બચાવકાર્યનો મુદ્દે ચર્ચા થશે. કડી અને વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર હોવાથી એ પહેલા વરિષ્ઠ નેતાઓ વચ્ચે રાજકીય ચર્ચા થવાની શક્યતા છે. એટલે કે આગામી ચૂંટણી અંગે આગામી યોજનાઓ અને નીતિ વિષયક બાબતો પર ઘનિષ્ટ ચર્ચા થશે. આ સિવાય રાજ્યમાં યોજાનારી ગ્રામ પંચાયત ચૂંટણી અંગે પણ ચર્ચા થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. જેમાં ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરત જેવા અન્ય જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button