વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં બે કલાકમાં અંદાજિત ત્રણ ટકાથી વધુ મતદાન ,
વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાશે. વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ,કૉંગ્રેસના નીતિન રાણપરિયા અને AAPના ગોપાલ ઇટાલિયા વચ્ચે ટક્કર જોવા મળશે.

વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાશે. વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ,કૉંગ્રેસના નીતિન રાણપરિયા અને AAPના ગોપાલ ઇટાલિયા વચ્ચે ટક્કર જોવા મળશે. 297 મતદાન મથકો પર બે લાખ, 61 હજાર મતદારો મતદાન કરશે. મતદાનને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
મતદાન મથકો પર મતદાન માટેની મશીનરી અને પોલિંગ સ્ટાફ પહોંચી ચૂક્યો છે. સવારે 7 વાગ્યે મતદાન શરુ થશે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વિસાવદરમાં 800થી વધુ પોલીસકર્મીઓ, SRPની 3 ટીમ અને CRPFના જવાનોને તૈનાત કરાયા છે.
વિસાવદરમાં 2 લાખ, 60 હજાર મતદારો છે. જેમાં 1 લાખ, 30 હજાર લેઉવા પટેલ મતદારો છે. તો 21 હજાર દલિત અને 20 હજાર કોળી મતદારો છે. વિસાવદરની પેટા ચૂંટણી માટે ચૂંટણી પંચે ગ્રીન ઇલેક્શનની થીમ અપનાવી છે. પ્રથમવાર મતદાન કરનારા 100 મતદારોને રોપાનું વિતરણ કરાશે. તો કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મળી કુલ આઠ ઉમેદવાર મેદાનમાં છે. એક હજાર 620 કર્મચારીઓ ચૂંટણીમાં ફરજ બજાવશે.
અત્યાર સુધીમાં વિસાવદર અને કડી પેટાચૂંટણીમાં બે ટકા જેટલું મતદાન થયું
કડી વિધાનસભા પેટાચૂંટણીને લઈ 294 મતદાન કેન્દ્ર પર મતદાન ચાલી રહ્યું છે. કડી શહેરમાં 54 તો તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 240 મતદાન કેન્દ્ર છે. કડી પેટાચૂંટણીમાં 2 લાખ 89 હજારથી વધુ મતદાતાઓ છે. કડીના ન્યૂ આદર્શ હાઈસ્કૂલ મતદાન બૂથ 156ને પર્યાવરણની થીમ પર બનાવાયું છે. ન્યૂ આદર્શ હાઈસ્કૂલના મતદાન બૂથ નંબર 158ને દિવ્યાંગ બૂથ બનાવાયું છે. લક્ષ્મીપુરા (આંદુદરા)ના મતદાન બૂથ નંબર 85ને સખી બૂથ બનાવાયું છે. અત્યાર સુધીમાં વિસાવદર અને કડી પેટાચૂંટણીમાં બે ટકા જેટલું મતદાન થયું ,
વિસાવદર બેઠક માટે 297 મતદાન કેન્દ્ર પરથી મતદાન ચાલી રહ્યું છે. વિસાવદર પેટાચૂંટણીને લઈ 2 લાખ 60 હજાર મતદાતાઓ મત્તાધિકારનો ઉપયોગ કરશે. ભેંસાણ તાલુકાના મતદાન કેન્દ્રો પર મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
વિસાવદરમાં વહેલી સવારથી લાઈનો લાગી છે. વિસાવદરમાં ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ચૂંટણી જંગ છે. વિસાવદર કરતા વધુ ભેંસાણમાં મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભેંસાણના મતદાન મથક પર વહેલી સવારથી જ મતદારોની લાઈન લાગી છે.
કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુંડાલ મતદાન મથક 160 પર થોડીવાર માટે મતદાન રોકાયું
મહેસાણામાં કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુંડાલ મતદાન મથક 160 પર થોડીવાર માટે મતદાન રોકાયું હતું. કોગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડાએ આક્ષેપો કર્યા હતા. કુંડાલ મતદાન મથક નંબર 160 પર બુથ એજન્ટને લઈ વિવાદ થયો હતો. કોગ્રેસ ના ઉમેદવાર દ્ધારા નકલી બુથ એજન્ટ બેઠો હોવાનો આક્ષેપ કરાયો હતો. આ મુદે ચૂંટણી અધિકારને કોગ્રેસ ઉમેદવાર દ્ધારા લેખિત ફરીયાદ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ હતી.
વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નીતિનભાઈ રાણપરીયાએ મતદાન કર્યું હતું. નીતિનભાઈ રાણપરીયા એ પરિવાર સાથે બીઆરસી ભવન ભેસાણ ખાતે મતદાન કર્યું હતું. નીતિનભાઈ રાણપરીયા ભેંસાણના વતની છે. નીતિનભાઈ રાણપરીયા એ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.