જિયો, એરટેલ, વીઆઈનો ગ્રાહકોને તગડો ઝટકો : ડેટા વેલિડીટી ઘટાડી ,
ત્રણેય પ્રાઈવેટ ટેલિકોમ કંપનીએ કાર્ટેલ રચી ગ્રાહકોના ખિસ્સાને હળવા કરવાના કરેલા પ્રયાસ સામે ટ્રાઈ પગલા લેશે?

આજે મોબાઈલમાં નેટ અનિવાર્ય બની ગયું છે, ત્યારે ત્રણ પ્રાઈવેટ ટેલીકોમ કંપની જિયો, એરટેલ અને વીઆઈએ કાર્ટેલ રચી ડેટા વેલિડીટી ઘટાડીને ગ્રાહકને તગડો ઝટપો આપ્યો છે.
આ ફેરફારથી ગ્રાહકને નુકશાન થાય છે શું ટ્રાઈ આ મામલે પગલા લેશે? તે તો ભવિષ્ય જ કહેશે પરંતુ હાલ તો આ ત્રણેય કંપનીઓએ ગ્રાહકના ખીસ્સા ખંખેરવાનો પ્લાન ઘડયો છે.
આ ત્રણે પ્રાઈવેટ ટેલીકોમ ખેલાડીઓએ સમજી વિચારી પ્લાનીંગ અંતર્ગત આ ફેરફાર કર્યા છે આ ફેરફાર બાદ હવે ગ્રાહકે વારંવાર રીચાર્જ કરાવવું પહશે ભલે આગલા રિચાર્જનો ડેટા પૂરેપૂરો ઉપયોગ થયો હોય કે ન થયો હોય.
શું છે એકઝીસ્ટીંગ વેલિડીટી બેનિફિટ
અત્યાર સુધી જો એક યુઝર પોતાના બેઝ પ્લાનની સાથે અલગથી ડેટા વાઉચરને રિચાર્જ કરાવતો હતો તો તે ડેયા એ યુઝરના બેઝ પ્લાનની પૂરી વેલિડીટી માટે ઉપલબ્ધ થતો હતો.
કહેવાનો મતલબ એ છે કે, જો આપ 1 દિવસના 1 જીબી વાળો પેઝ પ્લાનનો ઉપયોગ કરતા અલગથી 1 જીબી અને 2 જીબી ડેટા પ્લાનથી રિચાર્જ કરાવતા હતા તો તે ડેટા વાઉચર ત્યાં સુધી વેલિડ રહેતું હતું જયાં સુધી આપના બેઝ પ્લાનની વેલીડીટી રહેતી હતી.
એટલે કે આપ અલગથી રિચાર્જ કરાવ્યા વિના ડેટા વાઉચર પર મળેલા ઈન્ટરનેટ ડેયાનો આરામતી ઉપયોગ કરી શકતા હતા જો કે હવે આ સુવિધા ખતમ થઈ ગઈ છે તેના કારણે અલગથી રિચાર્જ કરવામાં આવેલ ડેટા વાઉચરની વેલીડીટી બેઝ પ્લાનની વેલીડીટી જેટલી નહીં રહે.