જાણવા જેવું

કર્ણાટકમાં કોંગ્રેસ શાસિત સરકાર લઘુમતી મુસ્લિમોના અનામતમાં વધારો કરી રહી છે ; સરકારી આવાસ યોજનામાં 15 ટકા અનામત ,

રાજય મંત્રીમંડળની બેઠકમાં દરખાસ્તને મંજૂરી : હવે 10ને બદલે 15 ટકા અનામત : રાજકીય ગરમાવો આવવાના એંધાણ

કર્ણાટકમાં કોંગ્રેસ શાસિત સરકાર લઘુમતી મુસ્લિમોના અનામતમાં એક પછી એક વધારો કરી રહી હોય એમ હવે  આવાસ યોજનાઓમાં પણ અનામતની ટકાવારી વધારવામાં આવી છે. રાજયમંત્રી મંડળની બેઠકમાં આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.

જે અંતર્ગત રાજયમાં સરકારી આવાસ યોજનામાં લઘુમતી સમુદાયના લોકોને 10 ટકાને બદલે 15 ટકા અનામત મળશે.  કર્ણાટકના આવાસ મંત્રી જમીર અહેમદખાન દ્વારા રાજયમંત્રી મંડળની બેઠકમાં આજે સરકારી આવાસ યોજનામાં લઘુમતી મુસ્લિમ સમુદાયને અનામત વધારવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

તેને કેબીનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવતા હવે હાઉસીંગ સ્કીમમાં લઘુમતી સમુદાયને 10ને બદલે 15 ટકા અનામત મળશે. આ પૂર્વે પણ લઘુમતી  સમુદાયની અનામતમાં વધારો કરવામાં આવ્યો હતો અને મામલો સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો હતો.

પ્રવર્તમાન કાયદા પ્રમાણે રાજયમાં શહેરી અને ગ્રામિણ ક્ષેત્રોમાં સરકાર દ્વારા નિર્માણ થતી આવાસ યોજનાઓમાં  લઘુમતી સમુદાયને 10 ટકા અનામત નિર્ધારીત છે. નવા પ્રસ્તાવ મુજબ આ ટકાવારી વધારીને 15 ટકા કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે રાજય સરકારે મુસ્લિમ કોન્ટ્રાકટરોને સરકારી ટેન્ડરમાં 4 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો હતો. સિધ્ધારમૈયા સરકાર દ્વારા આ માટેેેેેેેેેેેેેેેેેેે કાયદામાં વધુ સુધારો કરવામાં આવ્યો હતો.

કર્ણાટક સરકારના આ નિર્ણયની ભાજપ દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી. હવે સરકારે હાઉસીંગ સ્કીમમાં અનામત વધારતા રાજયનું રાજકારણ ગરમી પકડે તેમ માનવામાં આવી રહ્યું છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button