જાણવા જેવું

એરઈન્ડીયા એ તેની ત્રણ જેટફલાઈટ સલામતીના નિયમોનો ભંગ કરીને ઉડાડી હતી , ડીજીસીએએ નોટીસ આપી જેનો જવાબ પણ વિલંબથી અપાયો હતો ,

અમદાવાદ વિમાની દુર્ઘટના પુર્વે પણ એરલાઈન ક્રિટીકલ - ઈમરજન્સી ઈકવીપમેન્ટની નિયત સમાંતરે તપાસમાં ત્રણ ત્રણ માસનો વિલંબ કર્યો હોવાનો ધડાકો : વિદેશમાં પણ આ વિમાનોની ફલાઈટ મોકલી હતી

દેશની અગ્રણી વિમાની ઉડ્ડયન કંપની એરઈન્ડીયાની મુશ્કેલીનો કોઈ અંત નથી. અમદાવાદ વિમાની દુર્ઘટના બાદ આ એરલાઈનો તેના વિદેશી ઓપરેશનમાં 15% કાપ મુકવાની જાહેરાત કરી છે અને વિવિધ કારણોસર 66 જેટલી ફલાઈટ રદ કરવી પડી છે.

તે વચ્ચે હવે ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવીએશને એરઈન્ડીયાને તેની ત્રણ જેટફલાઈટ સલામતીના નિયમોનો ભંગ કરીને ઉડાડવા બદલ ખુલાસો પુછયો છે.

આ એરબસ પ્રકારના વિમાનોનું ઈમરજન્સી ચેકીંગ ડયુ થઈ ગયું હોવા છતા પણ તેનો નાગરિકોની હવાઈ સફરમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અંગે ડીજીસીએ તેનો વાર્નિંગ રિપોર્ટ તથા તમામ રિપોર્ટ એરલાઈનને આપ્યો છે.

વાસ્તવમાં આ ઉડ્ડયન એ અમદાવાદ વિમાની દુર્ઘટના પુર્વેનું છે. આમ એર ઈન્ડિયા તેના વિમાનોની સલામતી મુદે ગંભીર ન હતી તે પણ સ્પષ્ટ થયુ છે. ડીજીસીએના રિપોર્ટમાં જણાવાયું છે કે, મે માસમાં એરલાઈન તેના ત્રણ એરબસ વિમાન જેના મહત્વપૂર્ણ ઈમરજન્સી, સાધનો તથા સીસ્ટમનું ચેકીંગ ઓવરડયુ થઈ ગયુ હતું. તેમ છતાં પણ તેણે આ વિમાનોને કોઈ ચેકીંગ પ્રક્રિયા પુર્ણ થયા વગર જ સેવાઓ યથાવત રાખ્યા હતા.

જો કે આ કેસમાં જણાવ્યુ છે કે, એરબસ એ 320 જેટનું ફરજીયાત ચેકીંગ એક માસ કરતા પણ વધુ સમયના વિલંબ બાદ કરવામાં આવ્યુ હતું અને આ સમયગાળામાં આ એરબસ-વિમાનનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ઉડાન માટે પણ કરવામાં આવ્યો હતો. અન્ય એક કેસમાં એરબસ એ 319 જે ઘરેલુ ઉડાનમાં ઉપયોગમાં લેવાની હતી તેનું ઈમરજન્સી-ઈકવીપમેન્ટ-ચેકીંગ 3 માસના વિલંબ બાદ કરાયું હતું.

જયારે ત્રીજા કેસમાં એ બહાર આવ્યું છે કે, એ વિમાનનું નિયત સમય મર્યાદાનું ચેકીંગ બે દિવસ બાદ કરવામાં આવ્યુ હતું. આ તમામ કેસ દર્શાવે છે કે એરઈન્ડીયા તેના તમામ મુસાફર વિમાન જેના ઈમરજન્સી ઈકવીપમેન્ટ વેરીફીકેશન ચેકીંગ જે નિયમ મુજબ ચોકકસ સમયમર્યાદામાં સમયાંતરે કરવામાં આવ્યા છે. તેમાં એરલાઈન ગંભીરતાથી પાલન કરતી નથી અને ‘જોખમી’ સ્થિતિમાં વિમાન ઉડાડે છે.

ડીજીસીએ એ નોંધ્યુ છે કે, એરઈન્ડીયા તેનો જવાબ નિયત સમયમાં પણ આપી શકી નથી જે દર્શાવે છે કે એરલાઈન તેની પ્રક્રિયા નિર્દેશનને પણ નજર અંદાજ કરે છે.

જો કે એરઈન્ડીયાએ જણાવ્યું છે કે, તે જે આ પ્રક્રિયા મૂક છે તેને આગામી દિવસોમાં પુરી કરાશે. જયાં એક કેસમાં એરઈન્ડીયાના એન્જીનીયર એ અજાણતાથી જ મેઈન્ટેન્સ સમયે એસ્કેપ સ્લાઈડરને ખોટી રીતે હેન્ડલ કરી હોવાનો બચાવ કર્યો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button