ગુજરાત

AAPના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે, એવી અટકળો ચાલી રહી છે ,

વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીત થઈ. એક તરફ જ્યાં આમ આદમી પાર્ટી જીતની ઉજવણી કરી રહી છે, તો બીજી તરફ પાર્ટીને મોટો ઝટકો લાગી શકે છે.

જેતરમાં જ ગુજરાતમાં બે વિધાનસભા બેઠકો કડી અને વિસાવદરની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીત થઈ. એક તરફ જ્યાં આમ આદમી પાર્ટી જીતની ઉજવણી કરી રહી છે, તો બીજી તરફ પાર્ટીને મોટો ઝટકો લાગી શકે છે. મળતી માહિતી અનુસાર, AAPના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ છે અને આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ચર્ચાઓ ચાલી રહી છે.

માહિતી અનુસાર, આજે બપોરે ધારાસભ્ય ઉમેશ મકવાણા ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે, જેમાં તેઓ પોતાની પાર્ટી પ્રત્યેની નારાજગી વ્યક્ત કરવાની સંભાવના છે. સાથે જ તેઓ પોતાના પદ પરથી રાજીનામું પણ આપી શકે છે. નોંધનીય છે કે ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના કોઈ પણ ધારાસભ્યના ફોન કૉલ્સ લઈ રહ્યા નથી. સાથે જ તેઓ ગોપાલ ઈટાલિયા માટે પ્રચારથી પણ દૂરી રાખી હતી. છેલ્લા ઘણા સમયથી તેઓ આમ આદમી પાર્ટીના કોઈ કાર્યક્રમોમાં હાજર રહ્યા નથી. ત્યારે તેમના રાજીનામાની અટકળો તેજ થઈ રહી છે. અગાઉ પણ એવી અટકળો ઉઠી હતી કે તેઓ રાજીનામું આપશે, પણ ત્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતને નકારી દીધી હતી.

2022ની વિધાનસભા ચૂંટણીમાં AAP દ્વારા બોટાદ બેઠક પર ઉમેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી હતી. તેમણે ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવી દીધા હતા. આ પછી આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ભાવનગર બેઠક પરથી લોકસભાની ટિકિટ પણ આપી હતી, જો કે તેઓ ચૂંટણી હારી ગયા હતા.

News Click 24

Poll not found

Related Articles

Back to top button