પશ્ચિમ બંગાળના પાટનગર કલકતાની લો કોલેજની છાત્રા પર ગેંગરેપ થયો ; ત્રણની ધરપકડ ,
આરજી કર મેડીકલ કોલેજની ઘટના બાદ વધુ એક દુષ્કર્મની ઘટનાએ પોલીસને દોડતી કરી ,

પશ્ચિમ બંગાળના પાટનગર કલકતાની લો કોલેજની છાત્રા પર ગેંગરેપ થયો હતો અને પોલીસે તે બારામાં બે વિદ્યાર્થી સહિત ત્રણની ધરપકડ કરી છે. કલકતાના કસ્બા એરીયામાં બુધવારની સાંજે 7.30થી 8.પ0 વચ્ચે આ ઘટના બની હતી. જેમાં પોતાના કલાસ પુરા કરીને પરત જઇ રહેલી છાત્રાને રોકીને બાદમાં તેની સાથે બળજબરી કરવામાં આવી હતી અને ગેંગરેપ પણ થયો હતો.
જેમાં કોલેજના જ બે વિદ્યાર્થી અને એક પૂર્વ વિદ્યાર્થીની ઓળખ થઇ હતી અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. રાજયમાં આરજી કર કાંડમાં ભારે વિવાદ સર્જાયા બાદ હવે આ નવી ઘટનાએ રાજય સરકારને દોડતી કરી દીધી છે.
આરજી કર મેડીકલ કોલેજ છાત્રા સાથે થયેલી ગેંગરેપની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો અને દેશભરમાં તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયો હતો. તે સમયે પોલીસના જણાવ્યા મુજબ એક જ દિવસમાં આરોપીની ધરપકડ કરી દેવામાં આવી છે અને તેમને અદાલતમાં રજૂ કરાયા બાદ જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે.
પોલીસના જણાવ્યા મુજબ ત્રણે આરોપીઓને ત્રણે આરોપીઓના મોબાઇલ ફોન કબ્જે લઇ લેવાયા છે અને તેના આધારે સમગ્ર ઘટનાનું રીક્ધસ્ટ્રકશન કરવામાં આવશે. મોબાઇલ લોકેશનના આધારે કે મજબુત બનશે.
બીજી તરફ આ ઘટનાના પગલે રાજકારણ પણ શરૂ થઇ ગયું છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત માલવીયાએ સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને અમદાવાદની આ ઘટનામાં તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓની સંડોવણી હોવાનો આરોપ મુકયો હતો અને કહ્યું કે પશ્ચિમ બંગાળમાં આ પ્રકારની ઘટનાઓ રોજબરોજની થઇ ગઇ છે અને મમતા બેનર્જીના શાસનમાં મહિલાઓ સલામત નથી.