દક્ષિણમાં હિન્દીના વિરોધનો પવન મહારાષ્ટ્રમાં ; ઠાકરે બંધુ એક થયા : તા.5ના રોજ મુંબઇમાં જંગી કૂચ ,
કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે શિક્ષણમાં હિન્દી ભાષાને પ્રાદેશિક ભાષા જેટલું મહત્વ આપવા જે પોલીસી તૈયાર કરી છે તેની સામે શિવસેના ઉધ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરે સંયુકત રીતે 5 જુલાઇના રોજ મુંબઇમાં એક વિશાળ કૂચ યોજશે.

કેન્દ્ર દ્વારા ત્રણ ભાષાની ફોર્મ્યુલા લાગુ પડવાનો વિરોધ હવે મહારાષ્ટ્રમાં પણ શરૂ થઇ ગયો છે અને હિન્દી ભાષાના મુદ્દે ઠાકરે બંધુ એક થઇને મુંબઇમાં સંયુકત વિરોધ પ્રદર્શન કરશે.મહારાષ્ટ્રના રાજકારણમાં અવારનવાર મરાઠી ભાષાના આગ્રહના મુદ્દે જ રાજકારણ થાય છે.
તે સમયે કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે શિક્ષણમાં હિન્દી ભાષાને પ્રાદેશિક ભાષા જેટલું મહત્વ આપવા જે પોલીસી તૈયાર કરી છે તેની સામે શિવસેના ઉધ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરે સંયુકત રીતે 5 જુલાઇના રોજ મુંબઇમાં એક વિશાળ કૂચ યોજશે.
જેમાં રાજય પર હિન્દી લાદવનો વિરોધ કરાશે. રસપ્રદ બાબત એ છે કે મહારાષ્ટ્રમાં લાંબા સમયથી ઠાકરે બંધુઓ એક થઇ રહ્યા હોવાની ચર્ચા હતી અને અવારનવાર તે મુદ્દે બેઠકો પણ યોજાઇ હતી અને હિન્દી ભાષાનો મુદો બંનેએ સાથે ઉપાડી લીધો છે.
એટલું જ નહીં મહારાષ્ટ્રમાં મરાઠી સાહિત્યકારો અને કલાકારો પણ હિન્દી લાદવાના વિરોધ કરી રહ્યા હતા અને તેઓ પણ હવે આ કૂચમાં સામેલ થાય તો રાજય સરકાર માટે નવી રાજકીય ચિંતા ઉભી થશે.
મહારાષ્ટ્ર સરકારે એક આદેશ બહાર પાડીને ધો.1 થી પમાં ત્રીજી ભાષા તરીકે હિન્દી શીખવવા જણાવ્યું છે. પરંતુ હવે તેમાં ફરજીયાત નહીં હોવાનું ખુલાસો કર્યો છે.