ગુજરાત

બળાત્કાર કેસમાં સજા પામેલા આસારામ બાપુના જામીન 7 જુલાઈ સુધી હાઇકોર્ટે લંબાવ્યા

ગાંધીનગરની સેશન્સ કોર્ટ દ્વારા બાપુને 2013માં બળાત્કારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેઓ જોધપુર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ આઈજે વોરા અને જસ્ટીસ પીએમ રાવલની બનેલી બેન્ચે આસારામ બાપુ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી બાદ તેને 7 જુલાઈ સુધી જામીન લંબાવી આપવાનો આદેશ આજરોજ કર્યો હતો.

ગાંધીનગરની સેશન્સ કોર્ટ દ્વારા બાપુને 2013માં બળાત્કારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેઓ જોધપુર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે આ વર્ષે જાન્યુઆરીમાં તેમને તબીબી કારણોસર 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. ત્યારબાદ, આસારામે હંગામી જામીન લંબાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

28 માર્ચે, હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ખંડિત ચુકાદો આપ્યો હતો; ત્યારબાદ આસારામની અરજી પર સુનાવણી કરતા ત્રીજા ન્યાયાધીશે તેમને ત્રણ મહિનાના હંગામી જામીન આપ્યા હતા.

આસારામ બાપુએ હવે હંગામી જામીન લંબાવવા માટે હાઈકોર્ટ પીટીશમ કરી હતી. તેઓ ખૂબ જ બિમાર હોવાના લીગલ સર્વિસ ઓથોરિટીના અહેવાલની રાહ જોવાઇ રહી છે તેવી તેમના વકીલોની રજૂઆત બાદ કોર્ટે રાજ્ય સરકારને નોટીસ કાઢી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button