ગુજરાત

છેલ્લા 24 કલાકમાં 191 તાલુકા થયા પાણી-પાણી, વ્યારામાં સૌથી વધુ વરસાદ 4 ઇંચ ખાબક્યો, વાંચો આંકડા ,

જૂન મહિનામાં સૌથી વધુ સાબરકાંઠામાં 269 ટકા વધુ વરસાદ નોંધાયો છે. આણંદમાં સરેરાશથી 218 ટકા અને પંચમહાલમાં 193 ટકા વધુ વરસાદ નોંધાયો છે

રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર બેટિંગ થઇ રહી છે, છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં મેઘરાજાએ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી કરી દીધુ છે. ઉત્તરથી લઇને મધ્ય અને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. હવામાન વિભાગે છેલ્લા 24 કલાકના આંકડા જાહેર કર્યા છે, જેમાં 191 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે અને સૌથી વધુ વરસાદ વ્યારામાં પડ્યો છે.

હવામાન વિભાગના તાજા આંકડા પ્રમાણે, ગુજરાતના 191 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ તાપીના વ્યારામાં 3.82 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જામનગરના કાલાવાડમાં 3.2 ઈંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના કલોલમાં 3.11, પોરબંદરના રાણાવાવમાં 3.07 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 16 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

જૂન મહિનામાં ગુજરાતમાં સરેરાશથી 115 ટકા વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્યથી 105 ટકા વધુ વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ સાબરકાંઠામાં 269 ટકા વધુ વરસાદ નોંધાયો છે. આણંદમાં સરેરાશથી 218 ટકા અને પંચમહાલમાં 193 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે છોટાઉદેપુરમાં 182 ટકા અને નર્મદા-અરવલ્લીમાં 168 ટકા વધુ વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે, જૂન મહિનામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. ત્યારે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વર્ષે જૂન મહિનમાં ગુજરાતમાં સરેરાશ કરતાં 115 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. સામાન્ય રીતે જૂન મહિનામાં ગુજરાતમાં સરેરાશ 4.3 ઈંચ વરસાદ વરસતો હોય છે. જેની સામે જૂન 2025માં 9.3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જે સમગ્ર ભારતમાં બીજા સ્થાને નોંધાયેલ સૌથી વધુ વરસાદ છે. નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્યથી 105 ટકા વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે બાકીના ગુજરાતમાં સરેરાશથી 124 ટકા વધુ વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાની હવામાન વિભાગની આગાહી

ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે, તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલા અપર એર સરક્યુલેશનના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button