ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રિમંડળની મહત્વપૂર્ણ બેઠક ; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં વરસાદ, વાવેતર અને શિક્ષણ મુદ્દે વિસ્તૃત ચર્ચા થવાની છે.
આ બેઠકથી આગામી ખેતી અને શિક્ષણ સંબંધિત નીતિ-નિર્ણયો અંગે માર્ગદર્શન મળશે તેવી અપેક્ષા છે.

આ બેઠકમાં શાળા પ્રવેશોત્સવને લઈને પણ ચર્ચા થશે. રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં પ્રવેશોત્સવ દરમિયાન મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ જે અનુભવ્યા અને જોયા તે વિગતો કેબિનેટ સમક્ષ રજૂ કરાશે. શિક્ષણ વિભાગ પણ પ્રવેશોત્સવના સંદર્ભે પ્રાપ્ત થયેલા માહિતી અને નિર્ણય માટેના મુદ્દાઓ વિશે માહિતી આપશે. આ બેઠકથી આગામી ખેતી અને શિક્ષણ સંબંધિત નીતિ-નિર્ણયો અંગે માર્ગદર્શન મળશે તેવી અપેક્ષા છે.
મહત્વપૂર્ણ છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વાતને ધ્યાનમાં લેતા, ખેતી સંબંધિત કામગીરી અને પાણીના સંગ્રહ અંગે પણ કેબિનેટમાં ચર્ચા થવાની શક્યતા છે. વાવેતરની હાલની સ્થિતિ, ક્યાં વિસ્તારમાં કેટલું વાવેતર થયું છે અને ક્યાં હજુ પણ વરસાદની રાહ જોવામાં આવી રહી છે – તે અંગે કૃષિ વિભાગ સંપૂર્ણ માહિતી આપશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે શક્ય સહાય અને માર્ગદર્શનની જાહેરાત પણ થઈ શકે છે.
બીજી તરફ, શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જે મંત્રીઓ અને અધિકારીઓએ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી, તેઓએ ગ્રાઉન્ડ લેવલ પર જે અનુભવ કર્યા અને જે મુદ્દાઓનો સામનો કર્યો તેની સમીક્ષા પણ બેઠકમાં થશે. આથી શિક્ષણક્ષેત્રે સુધારણા માટેના પગલાં અંગે ચર્ચા થવાની શક્યતા છે. રાજ્ય સરકારે શૈક્ષણિક સુધારણાને માટે આગામી નીતિઓ બનાવવાનું આયોજન કરી શકે છે. આ બેઠક રાજ્યના ખેડૂત અને વિદ્યાર્થી બંને માટે મહત્વપૂર્ણ બની રહી છે.