ગુજરાત

ગુજરાતમાં આગલા સપ્તાહ સુધી ભારે વરસાદની શકયતા ; રાજ્યના ઘણા વિસ્તારોમાં ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી, ગાજવીજ અને અતિભારે વરસાદની શક્યતા છે. સાથે જ, જુલાઈ મહિનામાં સામાન્યથી વધુ વરસાદ પડે તેવી શક્યતા પણ જણાઈ રહી છે.

ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર રાજસ્થાન વિસ્તારમાં અપર એર સર્ક્યુલેશન સર્જાતા તેના અસરરૂપે રાજ્યના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી, ગાજવીજ અને અતિભારે વરસાદની શક્યતા છે. સાથે જ, જુલાઈ મહિનામાં સામાન્યથી વધુ વરસાદ પડે તેવી શક્યતા પણ જણાઈ રહી છે.

આજે, 2 જુલાઈના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના અન્ય વિસ્તારો જેમ કે પાટણ, ખેડા, અમદાવાદ, કચ્છ, આણંદ, સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 80થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં નોંધાયો છે જ્યાં 4 ઈંચ વરસાદ પડ્યો. સુબિરમાં 1.85 ઈંચ, ઉમરગામમાં 1.40 ઈંચ, વાપીમાં 1.10 ઈંચ અને ખેરગામમાં 1 ઈંચ વરસાદ થયો છે. ડોલવણ અને ધરમપુરમાં પણ ક્રમશઃ 1 ઈંચ અને 21 મીમી વરસાદ નોંધાયો છે. કુકરમુંડા અને વિજયનગરમાં 18 મીમી, પારડીમાં 16 મીમી, વાંસદામાં 15 મીમી, કલોલમાં 14 મીમી, દાહોદમાં 13 મીમી, ગાંધીનગરમાં 12 મીમી તથા સાગબારા, કુંકાવાવ-વડીયા અને બાયડમાં 11 મીમી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે ખેડૂતો અને નાગરિકોને આગાહ કરાઈ છે કે આગામી દિવસોમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતીઓ રાખે અને સત્તાવાર સૂચનાઓને અનુસરે. સાથે આગામી દિવસોમાં લોકો માટે સલાહ છે કે હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરે, પાણી ભરાય એવા રસ્તાઓ પર ન જાય અને શક્ય હોય તો જરૂરી ન હોય ત્યાં ઘરની બહાર ન નીકળે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button