જાણવા જેવું

મધ્યમ વર્ગના વપરાશના ટુથપેસ્ટથી લઈ હેરઓઈલ સસ્તુ થશે; GST માં અર્ધા લાખ કરોડની રાહત આપશે ,

મોંઘવારીને લાગશે લગામ : GST માં 12%નો સ્લેબ 0 થી 5% થઈ જશે ,

ચાલુ મહિનામાં જ મળનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં નિર્ણય : 12%ના સ્લેબની સામાન્ય લોકોના વપરાશની તમામ ચીજોને 0 અથવા 5%માં લઈ જવાશે : ઓછામાં ઓછા 50 જેટલા ઉત્પાદનો સસ્તા થશે , 

દેશમાં જીએસટી કલેકશનમાં રેકર્ડબ્રેક થઈ રહેલા વધારા અને આગામી સમયમાં તહેવારોના કારણે લોકોની ખરીદી વધે તે વચ્ચે સરકાર હવે ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગને જીએસટીમાં એક મોટી રાહત આપવા જઈ રહી છે અને લાંબા સમયથી જે ચર્ચામાં છે તે 12 ટકાના સ્લેબને નાબૂદ કરીને તેમાં સામાન્ય લોકોના વપરાશની તમામ ચીજોને ઝીરો અથવા પાંચ ટકામાં લઈ જવાય તેની તૈયારી છે.

જો કે કેટલીક લકઝરી ગણાતી આઈટેમ જીએસટીના 18 ટકામાં ફેરવાઈ શકે છે અને આ રીતે સરકાર સામાન્ય લોકોને રૂા.40થી50 હજાર કરોડ જેવી જંગી રાહત આપશે. નાણામંત્રી નિર્મલા સીતારામનના અધ્યક્ષપદ હેઠળ આગામી દિવસોમાં જીએસટી કાઉન્સીલની બેઠક મળનાર છે અને તેમાં આ નિર્ણયને આખરી ઓપ અપાશે.

હાલમાં જ સીતારામને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, સરકાર ગરીબ અને મધ્યમવર્ગ માટે જીએસટીનો લાભ હવે તેમના બજેટને હળવુ બનાવે તે રીતે આપવા જઈ રહી છે. લાંબા સમયથી સરકાર જીએસટીમાં સ્લેબ ઘટાડાની ચર્ચામાં છે અને 12 ટકાના સ્લેબને પુરી રીતે નાબુદ કરી દેવાશે.

જેના કારણે જે ચીજવસ્તુઓ 12 ટકાના સ્લેબ હેઠળ છે તેને ઝીરો અથવા પાંચ ટકામાં લઈ જવાશે. આ લાભ સામાન્ય માણસને મળે તે જોવાશે જેમાં હેર ઓઈલ, ટુથ પેસ્ટ, પ્રેસરકુકર, સાયકલ, સેનેટરી નેપકીનનો પણ સમાવેશ થાય છે અને તેને સસ્તુ બનાવીને આ પગલુ અમલમાં મુકાશે.

શું શુ સસ્તુ થશે
સેનેટરી નેપકીન ઝીરો ટકામાં જશે. આ ઉપરાંત 5%માં જનાર આઈટમમાં હેરઓઈલ, સસ્તા સાબુ, ટુથપેસ્ટ, છત્રી, સિવણ મશીન, વોટર ફીલ્ટર, પ્રેસરકુકર, કાચ, સ્ટીલ તથા એલ્યુમીનીયમના ચોકકસ કેટેગરીના વાસણો, ઈલેકટ્રીક ઈસ્ત્રી, વોટર હીટર, વેકયુમ કલીનર (નોન કોમર્સીયલ), સાયકલ (સામાન્ય વપરાશ), દિવ્યાંગ માટેના સાધનો, જાહેર ટ્રાન્સપોર્ટમાં ઉપયોગમાં લેવાતા વાહનોના સેક્ધડ સેલ, રૂા.1000 સુધીના કપડા અને બુટચપલ, મોટાભાગની વેકસીન, એચઆઈવી, કમળો અને ટીબી માટેની નિદાન કીટ, કેટલીક આયુર્વેદીક અને યુનાની દવાઓ, શાળામાં વપરાતી નોટબુક, ભૂમિતિના સાધનો, ડ્રોઈંગના સાધનો અને કલર, નકશા અને સંબંધીત આઈટમ, ગ્લેઝ ટાઈલ્સ (લકઝરી નહી) પ્રી ફેબ્રીકેટેડ બીલ્ડીંગ, કૃષિ સાધનો, થીજાવેલા શાકભાજી તથા વિવિધ પ્રક્રિયા સાથેનું દૂધ અને સોલાર વોટર હીટર

News Click 24

Poll not found

Related Articles

Back to top button