ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મુશળધાર વરસાદને કારણે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.
રાજ્યના પ્રવેશદ્વાર એવા નેશનલ હાઇવે 48 વાહનચાલકો માટે માથાનો દુ:ખાવો બની ગયો છે. હાઇવે પર અસંખ્ય ખાડા પડી ગયા છે. જેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે. બનાસકાંઠામાં તો જાણે આકાશમાંથી આફત વરસી હોય તેમ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. બનાસકાંઠા ઉપરંત વલસાડ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે હાઈવે વલસાડ જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવેની હાલત દયનીય બની છે.
રાજ્યના પ્રવેશદ્વાર એવા નેશનલ હાઇવે 48 વાહનચાલકો માટે માથાનો દુ:ખાવો બની ગયો છે. હાઇવે પર અસંખ્ય ખાડા પડી ગયા છે. જેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને રોજિંદા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે ઔદ્યોગિક નગરી વાપી નજીકથી પસાર થતાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર દમણગંગા નદીના પુલની હાલત ખૂબ જ ખરાબ છે.
આ પુલ પર મોસ મોટા ખાડા પડી ગયા છે. આ મામલે વીટીવી ગુજરાતીએ બ્રિજ પર પડેલા ખાડા નું રિયાલિટી ચેક કર્યું હતું . મેજર ટેપ વડે હાઇવે પર પડેલા ખાડા માપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ખાડા એટલા મોટા હતા કે મેજર ટેપ પણ નાની પડી હતી. દમણ ગંગા નદી પર આવેલ આ બ્રિજ પર 10થી 20 ફૂટ જેટલા મોટા ખાડાઓ મોટા અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે.
હાઈવે પર નાના મોટા અનેક ખાડાઓના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ટ્રાફિકજામ થઈ રહ્યો છે. અને નોકરી ધંધે જતા લોકો સમયસર પહોંચી શકતા નથી. આમ દર વર્ષે ચોમાસામાં આ સમસ્યા સર્જાય છે અને લોકો વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઇવે પરના ખાડાઓને કારણે અકસ્માતનો ભય પણ રહે છે.
નેશનલ હાઈવે પર પડેલા મસમોટા ખાડાને લઈને વાહનચાલકોએણે જણાવ્યું હતું કે,’હજારો અને લાખો રૂપિયાનો ટેક્સ લે છે પણ આ ટેક્સનો કોઈ મતલબ મથી. દર વર્ષે ચોમાસામાં હાઈવે પર ખાડાઓ પડી જાય છે. કોઈ વ્યક્તિ નોકરી ધંધા કે કોઈ કામ અર્થે ગયો હોય તો તે પાછો આવશે કે નહીં તેની કોઈપણ પ્રકારે ગેરેન્ટી આપી ન શકે.’