ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આગામી 48 કલાકમાં જ મોટી જાહેરાત થઈ શકે છે.
ભારતના વેપાર પ્રતિનિધિ વોશિંગ્ટનમાં થોડા વધુ દિવસો રોકાશે જેથી બંને દેશો વચ્ચે કરાર અંગેના મતભેદો ઉકેલી શકાય. બંને દેશો 9 જુલાઈ પહેલા ટ્રેડ ડીલ કરવા માંગે છે, કારણ કે તે પછી અમેરિકન રાષ્ટ્રપતિ ભારતથી અમેરિકા આવતા માલ પર ઊંચો ટેરિફ લગાવવાનું શરુ કરશે.

ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના વેપાર કરારને આગામી 48 કલાકમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. વોશિંગ્ટનમાં બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, કેટલાક મતભેદોને ઉકેલવા માટે ભારતીય વેપાર પ્રતિનિધિઓ વોશિંગ્ટનમાં રહેશે. અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા ટેરિફ લગાવવામાં આવે તે પહેલાં ટ્રેડ ડીલ થવાની સંભાવના છે.
ભારતના વેપાર પ્રતિનિધિ વોશિંગ્ટનમાં થોડા વધુ દિવસો રોકાશે જેથી બંને દેશો વચ્ચે કરાર અંગેના મતભેદો ઉકેલી શકાય. બંને દેશો 9 જુલાઈ પહેલા ટ્રેડ ડીલ કરવા માંગે છે, કારણ કે તે પછી અમેરિકન રાષ્ટ્રપતિ ભારતથી અમેરિકા આવતા માલ પર ઊંચો ટેરિફ લગાવવાનું શરુ કરશે. નોંધનીય છે કે, ભારત કૃષિ ક્ષેત્રમાં તેની શરતો પર અડગ છે.
ભારત માટે સૌથી મોટો મુદ્દો અમેરિકાના ટેરિફના નિયમનો છે. હાલમાં, ભારત એવા કરારો પર હસ્તાક્ષર કરવા તૈયાર નથી જેમાં ટેરિફ સંબંધિત સમસ્યાનો ઉકેલ ન આવે. એક્સપર્ટનું માનવું છે કે, હાઈ એમ્લોઈમેન્ટ ગુડ્સ પર ટેરિફ ઘટાડા વગર 2030 સુધીમાં બંને દેશો વચ્ચેના વેપારને 500 અબજ યુએસ ડોલર સુધી લઈ જવાના લક્ષ્યને પ્રાપ્ત કરવું મુશ્કેલ છે.
અમેરિકા વેપાર કરાર અંગે ભારત પાસેથી ઘણી માંગણીઓ કરી રહ્યું છે. જેમાં તે ભારતના ડેરી ક્ષેત્ર અને કૃષિમાં તેની ભાગીદારી વધારવા માંગે છે. બીજી તરફ, ભારત જૂતા, કપડાં અને ચામડા જેવા માલ પર ટેરિફમાં છૂટ માટે દબાણ કરી રહ્યું છે. આ રીતે, બંને દેશો હાલમાં પોતપોતાના મુદ્દાઓ પર વધુ ધ્યાન આપી રહ્યા છે.