કેન્દ્રીય પરિવહન મંત્રીની દાખલારૂપ કાર્યવાહી અમૃતસર – જામનગર એકસપ્રેસ – વે ખસ્તાહાલ : ગડકરી બગડ્યા : 2.30 કરોડનો દંડ ફટકાર્યો
મંત્રાલયે ગુજરાતના એનએસઓઆઈના પ્રોજેકટ ડાયરેકટરને સસ્પેન્ડ કર્યા : કંપનીને બ્લેકલિસ્ટમાં મૂકી

ગુજરાતમાં અમૃતસર-જામનગર એકસપ્રેસ હાઈવેનો ખસ્તાહાલનો વીડિયો સોશ્યલ મિડિયા પર વાયરલ થયા બાદ કેન્દ્રીય પરિવહન મંત્રી એકશનમાં આવ્યા છે અને મંત્રાલયે ગુજરાતમાં એમએસએઆઈનાં પીડી (પરિયોજના નિર્દેશક-પ્રોજેકટ-ડાયરેકટર)ને સસ્પેન્ડ કરીને દાખલારૂપ કાર્યવાહી કરી છે.
આટલુ જ નહિ આના માટે જવાબદારમાના એક મેસર્સ સીડીએસ ઈન્ફ્રા પ્રોજેકટસ લીમીટેડને ફૂટપાથની ખરાબ સ્થિતિનાં કારણે તાત્કાલીક આધારે હાલના અને ભવિષ્યમાં બોલીઓમાં ભાગ લેતા રોકી દીધી છે અને, તેનાં પર 2 કરોડ 80 લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારી કારણ બતાવો નોટીસ પણ પાઠવી છે.
મંત્રાલયમાં અમૃતસર જામનગર એકસપ્રેસ વેને આર્થિક કોરીડોર (એનએચ-754) તરીકે ઓળખવામાં આવે છે. મંત્રાલયે સાંચૌર, સાંતલપુર, સેકશનના કેટલાંક સ્થળો પર ફૂટપાથની ખરાબ સ્થિતિની માહિતી મળ્યા બાદ સખ્ત પગલા લીધા છે. આ હાઈ સિકસલેન છે.
ગુજરાતમાં છે 130 કિલોમીટર એકસપ્રેસ-વે:
મંત્રાલયે જણાવ્યુ હતું કે આ ઘટનાની માહિતી મળી હતી તેનું નિર્માણ મેસર્સ સીડીએસ ઈન્ફ્રા પ્રોજેકટસ લિમીટેડ (કોન્ટ્રાકટર) દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં અમૃતસર-જામનગર આર્થિક કોરિડોરની કુલ લંબાઈ 130 કિલો મીટર (સીકસલેન) છે જેનાં પેચોમાં ડાબી બાજુ 1,35 કીમી (3 લેન) અને પાંચ પેચોમાં જમણી બાજુ 1.36 કીમી ઉ. લેનની) લંબાઈના ફૂટપાથની સ્થિતિ ખરાબ હોવાની ફરીયાદો મળી હતી. તપાસમાં આ સ્થિતિ ખરાબ જોવા મળી હતી. જેના માટે તેનો કોન્ટ્રાકટ મેળવનાર કંપની મેસર્સ સીડીએસ ઈન્ફ્રા પ્રોજેકટસ પર આ કાર્યવાહી કરવામાં આવી છે.
કારણ બતાવો નોટીસ ફટકારાઈ
ઓથોરીટીનાં એન્જીનીયર (એસએ ઈન્ફ્રા સહયોગથી) ને પણ તાત્કાલીક આધારે કારણ બતાવો નોટીસ ફટકારી બોલીઓમાં ભાગ લેવાથી રોકી દેવામાં આવ્યા છે.ફૂટપાથની ખરાબ સ્થિતિની તપાસ કરવા માટે આઈટીઆઈ બીએચયુ, આઈઆઈટી-દિલ્હી, આઈઆઈટી ગાંધીનગરનાં રિટાયર્ડ અને વર્તમાન પ્રોફેસરોની સાથે વિશેષજ્ઞોની સમિતિની રચના કરવામાં આવી છે.
એકસપ્રેસ કમીટીઓ સાઈટની મુલાકાત કરી રહી છે.આ એકસપ્રેસ વેના વરસાદની શરૂઆતમાં જ ઉખડવાના કેટલાંક વીડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. આ વિડીયો ગુજરાતના બનાસકાંઠા જીલ્લાનાં ભાગોનાં છે. ત્યારબાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.