ગુજરાત

તાજીયાના ઝુલુસમાં ત્રણ DCP સહિત 1892 પોલીસ જવાન બંદોબસ્તમાં ખડેપગે રહેશે ,

204 તાજીયાને મંજૂરી: એસીપી 7, પીઆઇ 18, પીએસઆઇ 69, પોલીસ જવાનો 872 સહિત હોમગાર્ડ, એસઆરપી, ટીઆરબીના જવાનો ઝુલુસમાં બાજ નજર રાખશે: 24 વિડીયોગ્રાફરની ટીમ પણ સતત કવરેજ કરશે

શહેરમાં આવતીકાલે બપોર બાદ નીકળનાર તાજીયાના ઝુલુસમાં પોલીસનો લોખંડી અને ચુસ્ત બંદોબસ્ત રહેશે જેમાં ત્રણ ડીસીપી સહિત 1892 પોલીસ જોવાનો જુલુસમાં બાજ નજર રાખશે. સાથે સાથે 24 વિડીયોગ્રાફરની ટીમ પણ સતત કવરેજ કરી લાઈવ નજર રાખશે.

હાલ રાજકોટ સહિત ગુજરાતભરમાં મહોરમનો પવિત્ર તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે હવે મહોરમનો તહેવાર અંતિમ ક્ષણમાં આવી પહોંચ્યો છે અને આવતીકાલે બપોર બાદ તેમજ પરમ દિવસે શહેરભરમાં તાજીયાના ઝુલુસ નીકળશે જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસે કવાયત હાથ ધરી છે.

હાલ શહેર પોલીસે કુલ 204 તાજીયાને મંજૂરી આપી છે. આવતીકાલે અને પરમ દિવસે નિકલળનારા ઝુલુસમાં પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા તૈયારીઓ શરજ4કરી દેવામાં આવી છે.

ઝુલુસમાં ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં 7 એસીપી, 18 પીઆઈ, 69 પીએસઆઇ, 872 પોલીસ જવાનો, એસઆરપી 24, હોમગાર્ડ 618, ટીઆરબી 260 સહિત 1892 પોલીસ જવાનો બંદોબસ્તમાં ખડેપગે રહેશે.

જેમાં આ વખતે 24 વિડીયો ગ્રાફરની ટીમ પણ સતત ઝુલુસમાં સાથે રહેશે અને લાઈવ સુરક્ષા સંભાળશે. તેમજ હાલ 204 તાજીયાને મંજૂરી આપવામાં આવી છે, જે સાંજ સુધીમાં વધારો પણ થઈ શકશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button