હવે ટ્રમ્પ સીધા ટેરીફની જ જાણ કરશે: નવી ધમકી ; ટ્રમ્પ આજથી અનેક દેશોને ટેરીફ દર મોકલશે ,
ટ્રમ્પ હવે તમામ દેશો કે જેને અમેરીકા સાથે વેપાર કરાર કર્યા નથી તેને ફકત એક પત્ર લખીને અમેરીકી ટેરીફ અંગે જાણ કરશે અને તે પછી કોઈ વાટાઘાટ ન કરવા ટ્રમ્પે કહ્યું છે.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ફુલ ફોર્મમાં આવી ગયા છે અને તેઓ જે દેશો સાથે વ્યાપાર સમજુતી થઈ નહીં તે દેશો માટે અમેરીકી ટેરીફની જાહેરાત ગમે તે ઘડીએ કરશે જેનો અમલ 1 ઓગસ્ટથી થશે અને તે 10થી 70 ટકા સુધી પણ હોઈ શકે છે. ટ્રમ્પે અગાઉ તા.9 જુલાઈની ડેડલાઈન આપી હતી અને તે દરમ્યાન અનેક દેશોએ અમેરીકા સાથે વ્યાપાર કરાર કરી લીધા છે.
ટ્રમ્પ હવે તમામ દેશો કે જેને અમેરીકા સાથે વેપાર કરાર કર્યા નથી તેને ફકત એક પત્ર લખીને અમેરીકી ટેરીફ અંગે જાણ કરશે અને તે પછી કોઈ વાટાઘાટ ન કરવા ટ્રમ્પે કહ્યું છે. ટ્રમ્પે એ પણ કહ્યું કે વિયેટનામ સાથે વ્યાપાર કરાર થઈ ગયો છે અને હવે વિયેટનામથી આયાતમાં 20 ટકા ટેરીફ લાગશે. અગાઉ ટ્રમ્પે વિયેટનામ પર 46 ટકા ડયુટી લાદી હતી જેમાં મોટો ઘટાડો થયો છે અને તેજ રીતે અન્ય દેશોને પણ ટ્રમ્પ આ રીતે જાહેર માહિતી આપી દેશે. આમ પ્રમુખ ટ્રમ્પે ફરી એક વખત ટેરીફનું નાળચુ અનેક દેશ પર તાકયું છે.