બિહારની રાજધાની પટણામાં મોટા ઉદ્યોગપતિનું સરાજાહેર મર્ડર થતાં સનસની મચી હતી. કારમાંથી ઉતર્યાં એવું ફાયરિંગ, પુત્રનું પણ મર્ડર ,
હાલમાં, માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ખેમકા પટણાના એક મોટા ઉદ્યોગપતિ હતા. તેઓ મગધ હોસ્પિટલના માલિક પણ હતા.

બિહારની રાજધાની પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 જુલાઈના રોજ રાત્રે 11 વાગ્યે ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. હાલમાં, માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ખેમકા પટણાના એક મોટા ઉદ્યોગપતિ હતા. તેઓ મગધ હોસ્પિટલના માલિક પણ હતા.
ગોપાલ ખેમકા તેમના નિવાસસ્થાન પનાસ હોટલ નજીકના એક એપાર્ટમેન્ટમાં કારમાંથી બહાર નીકળ્યા કે તરત જ ગુનેગારોએ તેમને ગોળી મારી દીધી. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
હત્યાની રાત્રે, ખેમકા બાંકીપુર ક્લબથી રાત્રે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ પાછા ફર્યાં હતા. હોટેલ પનાસ નજીક આવેલા તેના એપાર્ટમેન્ટ પાસે તે પોતાની કારમાંથી બહાર આવ્યાં ત્યારે ત્યાં રાહ જોઈ રહેલા બદમાશોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું અને તેઓ ત્યાંને ત્યાં જ મોતને ભેટ્યાં હતા.
ગોપાલ ખેમકાના પુત્ર ગુંજન ખેમકાની પણ 6 વર્ષ પહેલા વૈશાલીના ઔદ્યોગિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનેગારો દ્વારા હત્યા કરવામાં આવી હતી.