હવામાન વિભાગે 7 જુલાઇ માટે દિલ્હી અને ગુજરાત સહિત અન્ય રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
7 જુલાઈ એટલે કે આજે દિલ્હી- NCRમાં ભારે વરસાદ પડ્યો હતો. સવારે 5 વાગ્યાથી જ ઝરમર વરસાદની શરૂઆત

આજે 7 જુલાઇએ વહેલી સવારે દિલ્હી-NCRમાં અચાનક હવામાન બદલાઈ ગયું. ભારે વરસાદથી દિલ્હીના લોકોને ઠંડકનો અનુભવ થયો છે. તો બીજી તરફ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 7 અને 8 જુલાઈએ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 7 થી 12 જુલાઈ દરમિયાન આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 7 જુલાઈએ દિલ્હીમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરી દીધું હતું. દક્ષિણ દિલ્હી, પૂર્વ દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ અને ગુરુગ્રામ જેવા વિસ્તારોમાં આજે મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ગુજરાતમાં પણ આગામી દિવસો માટે આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગે પહેલાથી જ દિલ્હી-NCRમાં વરસાદની આગાહી કરી હતી. વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસાને કારણે આગામી કેટલાક દિવસો સુધી સમયાંતરે વરસાદ પડી શકે છે. આનાથી માત્ર તાપમાનમાં ઘટાડો થશે નહીં. પરંતુ હવાની ગુણવત્તામાં પણ સુધારો થશે. જે છેલ્લા કેટલાક દિવસોથી ‘ખરાબ’ કેટેગરીમાં હતી. IMD અનુસાર 12 જુલાઈ સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
IMD મુજબ 7 અને 8 જુલાઈના રોજ ઓડિશા અને છત્તીસગઢમાં ભારે વરસાદ આશરે 21 સેમી કે તેથી વધુ થવાની સંભાવના છે. તે જ સમયે 07 થી 10 જુલાઈ દરમિયાન મધ્યપ્રદેશના પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં ગાજવીજ સાથે સતત ભારે વરસાદની સંભાવના છે. તે જ સમયે 07 જુલાઈના રોજ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે વીજળી અને ભારે પવન ફૂંકાય તેવી સંભાવના છે.
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 7 અને 8 જુલાઈના રોજ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 9 જુલાઈના રોજ પૂર્વી રાજસ્થાનમાં પણ ભારે વરસાદ પડી શકે છે. 7 થી 10 જુલાઈ દરમિયાન જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે. 7 અને 8 જુલાઈના રોજ મધ્ય મહારાષ્ટ્ર અને ગોવામાં ભારે વરસાદ પડી શકે છે. આગામી 6 દિવસ સુધી આ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે.
7 થી 12 જુલાઈ દરમિયાન ઉત્તરપૂર્વીય રાજ્યો આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી છે. બીજી તરફ તેલંગાણા, કર્ણાટક અને કેરળમાં 7 થી 10 જુલાઈ દરમિયાન વરસાદી વાતાવરણ ચાલુ રહેશે. દક્ષિણ ભારતમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. IMD એ લોકોને વીજળી, ભારે પવન અને પાણી ભરાવાની સ્થિતિથી સાવધ રહેવાની સલાહ આપી છે. પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન અને રસ્તા બંધ થવાની સંભાવના છે. તેથી મુસાફરી કરતા પહેલા હવામાનની માહિતી ચોક્કસ મેળવો.
મધ્ય ગુજરાતના ખેડા, અમદાવાદ અને આણંદ જિલ્લામાં વરસાદની આગાહી છે. તો બીજી તરફ પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદ પડશે. વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં પણ વરસાદ ખાબકવાનો અંદાજ છે. ભરૂચ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં વરસાદી માહોલ રહેશે. જામનગર, પોરબંદર અને દ્વારકામાં પણ વરસાદની આગાહી છે. જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જેવા વિસ્તારો પણ વરસાદથી ભીંજાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 2 કલાકમાં રાજ્યના 51 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે. આવનારા દિવસોમાં પણ વરસાદ યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.