મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના દરિયાકાંઠે શંકાસ્પદ પાકિસ્તાની બોટ દેખાયા બાદ ગાયબ : અફડાતફડી ,

સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં : બોટમાંથી શંકાસ્પદ લોકો ભારતમાં પ્રવેશ્યાની આશંકા ,

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મુરુડ તાલુકાના કોરલાઈ નજીક દરિયામાં એક શંકાસ્પદ બોટ મળી આવતા સિક્યોરીટી એજન્સીઓ દોડતી થઇ ગઈ છે, આ બોટ પાકિસ્તાનથી આવી હોવાની શંકા છે, પોલીસે સ્થાનિક લોકોને સતર્ક રહેવા જાણ કરી છે.

નોંધનીય છે કે, વર્ષ 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ પર હુમલો કરવા આવેલા આતંકવાદીઓ બોટ મારફતે જ પાકિસ્તાનથી આવ્યા હતાં. હવે કોરલાઈના દરિયાકાંઠાથી લગભગ ત્રણ નોટિકલ માઈલ (લગભગ સાડા પાંચ કિલોમીટર) દૂર દરિયામાં શંકાસ્પદ બોટની હાજરીની જાણ થઇ હતી. અહેવાલ મુજબ આ બોટ પર પાકિસ્તાન સાથે સંબંધિત કેટલાક ચિન્હો જોવા મળ્યા છે.

રાયગઢ પોલીસ, કોસ્ટ ગાર્ડ, કસ્ટમ વિભાગ, રેપિડ રિસ્પોન્સ ટીમ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, નેવી, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તમામ એજન્સીના અધિકારીઓએ કોરલાઈ પહોંચી ગયા છે. રાયગઢ જિલ્લાના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ આંચલ દલાલના નેતૃત્વમાં હેઠળ બોટ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

એજન્સીઓએ શંકા છે કે આ શંકાસ્પદ બોટ મારફતે કેટલાક શખ્સો પાકિસ્તાનથી ભારતમાં પ્રવેશ્યા હોઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને જિલ્લાના સુરક્ષા દળો એલર્ટ મોડ પર છે, નાગરિકોને પણ સતર્ક રહેવા સુચના આપવામાં આવી છે.

કોરલાઈ ગામના ભૂતપૂર્વ સરપંંચ જણાવ્યું કે લગભગ 8.30 વાગ્યે પોલીસ અધિકારીઓએ તેમને ફોન કરીને જાણ કરી હતી કે દરિયામાં એક શંકાસ્પદ બોટ જોવા મળી છે. તેઓ ગ્રામજનો સાથે રાત્રે 2 થી 4 વાગ્યા સુધી ત્યાં રહ્યા. પરંતુ, સવારે 4 વાગ્યા પછી, બોટ ગાયબ થઈ ગઈ.

News Click 24

Poll not found

Related Articles

Back to top button