RSS ; મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં ભાષા વિવાદ વચ્ચે સંઘનું મોટુ નિવેદન , ભારતની તમામ ભાષા ‘રાષ્ટ્રીય ભાષા ,
ત્રણ દિવસની બેઠકમાં અનેક નિર્ણયો : દરેક વસાહતમાં હિન્દુ સંમેલન યોજાશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંતીય પ્રચારકોની 3 દિવસીય વાર્ષિક બેઠક પૂર્ણ થઈ હતી. બેઠકમાં સંઘના શતાબ્દી વર્ષ માટેની સંગઠનાત્મક બાબતો અને યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં સંગઠને દેશ સામેના વિવિધ આંતરિક સુરક્ષા પડકારોની સાથે ભાષા વિવાદ પર પણ ચર્ચા કરી હતી. સંઘ હંમેશા માનતો રહ્યો છે કે ભારતની તમામ ભાષાઓ રાષ્ટ્રીય ભાષાઓ છે અને બધા લોકો પહેલાંથી જ પોતાની ભાષામાં શિક્ષણ મેળવે છે.
આરએસએસ પ્રવક્તા સુનીલ આંબેકરે ભાષા વિવાદ મુદ્દે જણાવ્યું હતું કે, આરએસસે હંમેશાથી ભારતની તમામ ભાષાઓને રાષ્ટ્રીય ભાષા માને છે. તેમજ પ્રાથમિક શિક્ષણ પોતાની પ્રાદેશિક ભાષામાં લેવા સમર્થન આપે છે.
આરએસએસ માતૃભાષા બોલવા પ્રાધાન્ય આપે છે. પરંતુ તે એક જ ભાષાને રાષ્ટ્રીય ભાષા તરીકે અપનાવવા સમર્થન આપતુ નથી. તમામ ભાષાઓને માન આપે છે.
આંબેકરે આગળ જણાવ્યું કે, બેઠકમાં મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવા માટે સંઘના પ્રયાસો પર ચર્ચા કરવામાં આવી હતી. સંઘ દ્વારા મૈતેઈ સમુદાયના લોકો વચ્ચે સંઘ દ્વારા થઈ રહેલા કાર્યોની ચર્ચા થઈ હતી. મણિપુરમાં ઘણી બાબતોમાં સુધારો થયો હોવાનો દાવો પણ કરતાં કહ્યું કે, થોડો સમય લાગશે, પણ મણિપુરની સ્થિતિ સુધરશે.
વધુમાં, તેમણે જણાવ્યું કે આ વર્ષે બેઠકમાં સંઘે ટ્રેનિંગ ક્લાસ પણ ચર્ચા કરી હતી. 40 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે 75 સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. 17690 સ્વયંસેવકોએ તાલીમ લીધી હતી.
જેમાં 8812 સ્થળોના લોકોએ ભાગ લીધો હતો. 40 થી 60 વર્ષની વય જૂથ માટે 25 ટ્રેનિંગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 4270 લોકોએ તાલીમ લીધી હતી.
‘સમાજને મજબૂત બનાવવા માટે ઘરે ઘરે સંપર્ક કરવાની સંઘની યોજના છે. સંઘના તમામ સંગઠનાત્મક 924 જિલ્લાઓમાં રાષ્ટ્ર અને હિન્દુત્વના મહત્ત્વપૂર્ણ વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
સંઘે દરેક સમાજ અને દરેક વર્ગના લોકો સુધી પહોંચવાની યોજના બનાવી છે. આ માધ્યમ દ્વારા હિન્દુ સમાજના તમામ વર્ગોને એક કરવાની યોજના છે.’