ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ ગોપાલ ઈટાલિયાના રાજીનામાની ચેલેન્જનો આજે નિર્ણય આવશે. આજે ધારાસભ્ય કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે રાજીનામું આપવા ગાંધીનગર રવાના થયા હતા.
ધારાસભ્ય કાંતિ અમૃતિયાા તેમના સમર્થકો સાથે ગાંધીનગર રવાના થયા હતા. મોરબીથી સમર્થકો અને ગાડીઓના કાફલા સાથે ધારાસભ્ય ગાંધીનગર તરફ રવાના થયા હતા.

છેલ્લા ત્રણ દિવસથી મોરબીના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે. આજે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે રાજીનામું આપવા ગાંધીનગર જવા નીકળ્યા હતા. ધારાસભ્ય કાંતિ અમૃતિયા તેમજ ગોપાલ ઈટાલીયાના ચેલેન્જનો આજે અંતિમ નિર્ણય છે. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ચેલેન્જનો આજે નિર્ણય છે. કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાની ચેલેન્જ સ્વીકારી છે.
ધારાસભ્ય કાંતિ અમૃતિયાા તેમના સમર્થકો સાથે ગાંધીનગર રવાના થયા હતા. મોરબીથી સમર્થકો અને ગાડીઓના કાફલા સાથે ધારાસભ્ય ગાંધીનગર તરફ રવાના થયા હતા. વિધાનસભા પહોંચી ગોપાલ ઈટાલિયાની રાહ જોશે.
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જાહેરાત કરી છે કે તેઓ આજે સવારે 11 કલાકે 150 ગાડીના ભવ્ય કાફલા સાથે રાજીનામું લઈને વિધાનસભા પહોંચશે. કાંતિ અમૃતિયા મોરબીથી પોતાના સમર્થકો સાથે ગાંધીનગર જવા રવાના થશે અને વિધાનસભાના ગેટ નંબર 4 બહાર શક્તિ પ્રદર્શન કરશે. અમૃતિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિધાનસભાના પ્રવેશ દ્વારે 30 મિનિટ સુધી ગોપાલ ઇટાલીયાની રાહ જોશે
કાંતિ અમૃતિયાએ એવી શરત મુકી છે કે જો પદનામિત MLA ગોપાલ ઇટાલીયા ત્યાં આવશે, તો જ તેઓ રાજીનામું આપશે. જો ગોપાલ ઇટાલીયા હાજર નહીં થાય, તો અમૃતિયા પોતાનું રાજીનામું નહીં આપે. કાંતિ અમૃતિયાના આ પગલાથી રાજકીય ગરમાવો વધ્યો છે અને સોમવારનો દિવસ રાજકીય દ્રષ્ટિએ મહત્વનો બની રહેશે.
મહત્વનું છે કે કાંતિ અમૃતિયાએ સૌથી પહેલા ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફેંકી હતી કે તે મોરબીથી ચૂંટણી જીતી બતાવે તો હું તેને 2 કરોડ રૂપિયા આપીશ.. ગોપાલ ઇટાલિયાએ આ ચેલેન્જ સ્વીકારતા કહ્યું હતું કે મને ચેલેન્જ સ્વીકાર્ય છે.. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે હવે કાંતિ અમૃતિયા રાજીનામું આપે .. કાંતિ અમૃતિયાએ કહ્યુ હતું કે હું પણ રાજીનામું આપું અને ગોપાલ ઇટાલિયા પણ રાજીનામું આપે અને બન્ને મોરબીથી ચૂંટણી લડીએ .જો હું હારુ તો જે પ્રમાણે બોલ્યો છું તે પ્રમાણે 2 કરોડ રૂપિયા ગોપાલ ઇટાલિયાને આપીશ.. તેમણે એમ પણ કહ્યું કે હવે જો ગોપાલ ફરે તો એના બાપમાં ફેર અને હું ફરું તો મારા બાપમાં ફેર … હવે કાંતિ અમૃતિયાએ સોમવારે રાજીનામું આપવા જવાની વાત કરી છે, અને કહ્યું છું કે હું વિધાનસભા ગેટ પર ગોપાલ ઇટાલિયાની 30 મિનિટ સુધી રાહ જોઇશ.
અમૃતિયાએ પોતાના મોરબીના કાર્યકર્તાઓ પર પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો, ને કીધું કે, “તમે અહીં આવો, તમારા આપના દેશના તમામ નેતાઓ આવે ને આપણે ચૂંટણી લડીએ.” એમણે આપ પાર્ટી પર કટાક્ષ કરતા કીધું કે, “વિસાવદરમાં એક સીટ જીત્યા એટલે આપના કાર્યકરોએ ને નેતાઓએ આટલો બધો ઉપાડો લીધો છે!”