બોટાદ જિલ્લામાં રવિવાર રાત્રે એક દુખદ ઘટના બની ગોધાવટા ગામ નજીક આવેલા કોઝવેમાં એક અર્ટીકા કાર પાણીના ઘોડાપુરમાં તણાઈ ગઈ.
કારમાં કુલ સાત લોકો સવાર હતા. આકસ્મિક રીતે કોઝવે પરથી પસાર થતી વેળા પાણીનો પ્રવાહ વધારે હોવાથી કાર તણાઈ ગઈ

બોટાદ જિલ્લામાં રવિવાર રાત્રે એક દુખદ ઘટના બની જ્યારે રાણપુર તાલુકાના ગોધાવટા ગામ નજીક આવેલા કોઝવેમાં એક અર્ટીકા કાર પાણીના ઘોડાપુરમાં તણાઈ ગઈ. કાર બોચાસણથી યાત્રાધામ સાળંગપુર તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ. કારમાં કુલ સાત લોકો સવાર હતા. આકસ્મિક રીતે કોઝવે પરથી પસાર થતી વેળા પાણીનો પ્રવાહ વધારે હોવાથી કાર તણાઈ ગઈ. ઘટના બાદ સ્થાનિક પ્રશાસન અને બચાવ દળોએ તરત જ સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી હતી.
બોટાદના ગોધવટા ગામ પાસે કોઝવેમા કાર તણાઈ હતી. રાણપુરના ગોધાવટા ગામ પાસે કોઝવેમાં મોડી રાત્રે કાર તણાઈ હતી. કારમાં 7 લોકો હતા જેમાં 4 લોકોનો બચાવ થયો હતા. અને 3 લોકો તણાયા હતા. કૃષ્ણકાંતભાઈ પંડ્યા અને પ્રબુદ્ધભાઈ કાસીયા નામના 2 વ્યક્તિઓના મૃતદેહ મળ્યા હતા. જ્યારે એક શખ્સની શોધખોળ ચાલુ છે. બોચાસણ થી સાળંગપુર આવતા હતા. તે સમયે ઘટના બની હતી. ઘટનાની જાણ બરવાળા પ્રાંત અધિકારી, મામલતદારને તેમજ પોલીસને થતા વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું.