જાણવા જેવું

ટેસ્લા કારનો પહેલો સેટ ભારતમાં આવી ગયો છે. એવી શક્યતા છે કે કંપની સૌપ્રથમ Tesla Model Y અહીં બજારમાં લોન્ચ કરશે.

આખરે વર્ષોની લાંબી રાહ જોયા પછી એલોન મસ્કની આગેવાની હેઠળની અમેરિકન ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ભારતમાં પ્રવેશ કરવા જઈ રહી છે.

આખરે વર્ષોની લાંબી રાહ જોયા પછી એલોન મસ્કની આગેવાની હેઠળની અમેરિકન ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ભારતમાં પ્રવેશ કરવા જઈ રહી છે. ટેસ્લાની કાર વિવિધ સમયે ભારતીય રસ્તાઓ પર ઘણી વખત જોવા મળી હતી, પરંતુ હવે આ કારોનો ઇન્તજાર ખતમ થવા જઇ રહ્યો છે. ટેસ્લા ભારતમાં તેનું સત્તાવાર સંચાલન શરૂ કરવા જઈ રહી છે અને કંપનીનો પહેલો શોરૂમ મુંબઈમાં શરૂ થશે.

એક અહેવાલ મુજબ 15 જુલાઈએ ભારતમાં ટેસ્લાનો પહેલો શોરૂમ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં શરૂ થશે. આ શોરૂમના શરૂઆત સાથે ટેસ્લાનો દક્ષિણ એશિયામાં ફોર્મલ પ્રવેશ થશે. લગભગ 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલો ટેસ્લાનો આ પહેલો શોરૂમ ભારતમાં કામગીરીની શરૂઆત કરશે.

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં શોરૂમનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ શોરૂમ ગ્રાહકો માટે ટેસ્લાના ‘એક્સપિરિયન્સ સેન્ટર’ તરીકે કામ કરશે, જેમાં ગ્રાહકોને ટેસ્લાની કારને નજીકથી જોવા અને સમજવાની તક મળશે. ટેસ્લા ભારતમાં ડાયરેક્ટ-ટુ-કસ્ટમર રિટેલ મોડેલ સાથે વાહનોનું વેચાણ કરશે. પરંતુ બ્રાન્ડ પાસે કારના વેચાણ પછી સહાય માટે સ્થાનિક સાજેદારી પણ હશે. જે વેચાણ પછી સપોર્ટ પૂરો પાડશે.

મુંબઈ પછી ટેસ્લા દેશની રાજધાની દિલ્હીમાં પણ આગામી શોરૂમ ખોલશે. તાજેતરમાં ટેસ્લાએ મુંબઈ અને પુણેમાં વિવિધ પોસ્ટ્સ માટે ખાલી જગ્યાઓ પણ બહાર પાડી હતી. જેમાં સેલ્સ એક્ઝિક્યુટિવ, સપ્લાય ચેઇન, એન્જિનિયરિંગ અને આઇટી, ઓપરેશન બિઝનેસ સપોર્ટ, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એઆઈ અને રોબોટિક્સ, સેલ્સ અને ગ્રાહક સપોર્ટ સહિત ઘણા વિવિધ વિભાગોમાં નોકરીઓ માટે અરજીઓ માંગવામાં આવી હતી.

એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે ટેસ્લા કારનો પહેલો સેટ ભારત પહોંચી ગયો છે. ટેસ્લાની મશહૂર ઇલેક્ટ્રિક એસયૂવી – મોડેલ વાય રીઅર-વ્હીલ ડ્રાઇવ ચીનમાં સ્થિત ટેસ્લાની ફેક્ટરીમાંથી ભારત મોકલવામાં આવી છે. કંપનીએ ચીનના શાંઘાઈથી આ કારના કુલ 5 યુનિટ ભારતમાં આયાત કર્યા છે. મોડેલ વાય વિશ્વમાં સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કારમાંની એક છે અને સંભવતઃ કંપની આ કારથી ભારતમાં તેની શરૂઆત કરી શકે છે.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ટેસ્લાએ અમેરિકા, ચીન અને નેધરલેન્ડ્સમાંથી સુપરચાર્જર કંપોનેટ, કાર એસેસરીઝ, મર્ચેન્ડાઇઝ અને સ્પેરપાર્ટ્સ પણ આયાત કર્યા છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કના નેતૃત્વ હેઠળ ટેસ્લા હાલમાં યુરોપિયન અને ચીની બજારોમાં વેચાણમાં ભારે ઘટાડાનો સામનો કરી રહી છે. આ જ કારણ છે કે ટેસ્લા શક્ય તેટલી વહેલી તકે વિશ્વના ત્રીજા સૌથી મોટા ઓટોમોબાઈલ બજાર એટલે કે ભારતમાં પ્રવેશવાની યોજના બનાવી રહી છે.

જોકે સત્તાવાર લોન્ચ પહેલાં ટેસ્લાની પ્રથમ કારની કિંમત વિશે કંઈ કહેવું મુશ્કેલ છે. પરંતુ એક રિપોર્ટમાં જણાવાયું છે કે આ આયાતી કારના દરેક મોડેલની કિંમત 27.7 લાખ રૂપિયા (લગભગ $31,988) જાહેર કરવામાં આવી છે અને તેના પર 21 લાખ રૂપિયાથી વધુની આયાત ડ્યુટી લાદવામાં આવી છે. હવે આ કારની કિંમત લોન્ચ થયા પછી જ જાહેર કરવામાં આવશે.

હાલમાં ટેસ્લા ભારતમાં મૈન્યુફૈક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવામાં કોઈ રસ દાખવી રહી નથી. કેન્દ્રીય ભારી ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામીએ ગયા મહિને મીડિયાને આપેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, “ટેસ્લાની પ્રાથમિકતા ભારતમાં તેના શોરૂમનો વિસ્તાર કરવાની છે. કુમારસ્વામીએ એમ પણ કહ્યું હતું કે, “ટેસ્લાએ બહુ ઓછો રસ દાખવ્યો હોવા છતાં, ઘણી વૈશ્વિક બ્રાન્ડ્સ – જેમાં હ્યુન્ડાઇ, મર્સિડીઝ-બેન્ઝ, સ્કોડા અને કિયાનો સમાવેશ થાય છે-એ ભારતમાં ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button