જુનાગઢના આજક ગામ નજીક સમારકામ થઈ રહેલ પુલ તૂટી પડતા વહીવટી તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું.
આ પુલ આત્રોલીથી કેશોદ તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલો હતો. જ્યાં સમાર કામ કાર્ય ચાલી રહ્યું ત્યારે અચાનક પુલ ધરાશાયી થયો હતો.

જૂનાગઢ જિલ્લાના આજક ગામ નજીક આત્રોલીથી કેશોદ તરફ જતા આજક ગામ નજીક એક ગંભીર ઘટના બનવા પામી હતી. સમારકામ હેઠળ રહેલો પુલ અચાનક તૂટી પડ્યો. આ પુલ આત્રોલીથી કેશોદ તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલો હતો. જ્યાં સમાર કામ કાર્ય ચાલી રહ્યું ત્યારે અચાનક પુલ ધરાશાયી થયો હતો.
મળતી માહિતી મુજબ પુલના કામ દરમ્યાન એક હીટાચી મશીન સ્લેબ પર કામ કરી રહ્યું હતું. બ્રિજ જુનો હોવાના કારણે તેનું સમારકામ ચાલી રહ્યું હતું. ત્યારે હીટાચી મશીન બ્રિજ પર ચાલતા બ્રિજ ધરાશાયી થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. દુર્ભાગ્યથી પુલ પર કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા. તે પણ નદીમાં ખાબક્યા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી. આવી ગંભીર ઘટનામાં પણ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. નદીમાં પડેલા લોકોને ઝડપથી બહાર કાઢવામાં આવ્યા હતા અને થોડા લોકોને સામાન્ય ઇજાઓ થઈ હતી. જેઓને નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિક વહીવટ તંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. બ્રિજનું સમારકામ થઈ રહ્યું હતું. ત્યારે પુલ પર હીટાચી મશીન ચાલતા સમયે ઘટના બનવા પામી હતી.
આ ઘટનાએ સ્થળીય પુલોની જર્જરિત સ્થિતિ અને તકેદારીના અભાવ સામે ગંભીર પ્રશ્ન ઊભા કર્યા છે. લોકોમાં આ ઘટના કારણે ભયનો માહોલ સર્જાયો છે અને તેઓ સમારકામ દરમિયાન સલામતીના પગલાં લેવા માગણી કરી રહ્યાં છે.