ગુજરાતબ્રેકીંગ ન્યુઝ

પી.ટી. જાડેજા સામે થયેલ પાસાનો હુકમ 10 દિવસમાં રદ : જેલ મુક્તિ થશે પાસાનો હુકમ ગેરકાયદેસર, પુર્વગ્રહીત હોવાનું સાબિત થયુ : એડવોકેટ સુરેશ ફળદુ ,

રાજકીય રાગદ્વેષથી ઉભા કરેલ માત્ર બે સામાન્ય ગુન્હામાં પી.ટી. જાડેજાને નીશાન બનાવી પાસાનું શસ્ત્ર ઉગામી પરીવારજનોને અંધારામાં રાખી સાબરમતી જેલ હવાલે ધકેલી દેનાર પોલીસ ડીપાર્ટમેન્ટ અને તેને આવુ ગેરકાયદેસરનું કાર્ય કરવા આદેશ આપનારાઓના હાથ હેઠા પડયા છે.

ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા સામે થયેલ પાસાનો હુકમ 10 દિવસમાં રદ થયો છે. આજે તેમની જેલ મુક્તિ થશે. તેમના એડવોકેટ સુરેશ ફળદુ એ જણાવ્યું કે રાજ્ય સરકારે પાસાનો હુકમ રિવોક કર્યો છે. પાસાનો હુકમ ગેરકાયદેસર અને પુર્વગ્રહીત હોવાનું સાબિત થયું છે.

રાજકીય રાગદ્વેષથી ઉભા કરેલ માત્ર બે સામાન્ય ગુન્હામાં પી.ટી. જાડેજાને નીશાન બનાવી પાસાનું શસ્ત્ર ઉગામી પરીવારજનોને અંધારામાં રાખી સાબરમતી જેલ હવાલે ધકેલી દેનાર પોલીસ ડીપાર્ટમેન્ટ અને તેને આવુ ગેરકાયદેસરનું કાર્ય કરવા આદેશ આપનારાઓના હાથ હેઠા પડયા છે.

આ સાથે પી.ટી. જાડેજાના પરીવારે સહકાર આપનાર તમામનો આભાર વ્યક્ત કયો છે. આગેવાનની જેલ મુક્તિથી ક્ષત્રીય આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળેલ છે.

બનાવની હકીકત જણાવતા પી. ટી. જાડેજાના એડવોકેટ શ્રી ફળદુએ જણાવ્યું કે, રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશન અને રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનમાં બે સામાન્ય પ્રકારના ગુન્હાઓ રાજકીય વ્યક્તિઓના ઈશારે પુર્વગ્રહીત માનસથી દાખલ કરવામાં આવેલ હોય.

જે બંને સામાન્ય ગુન્હાઓના કામે ગુજરાત રાજયના ઈતીહાસમાં કયારેય ઘટના ઘટેલ ન હોય તે રીતે ક્ષત્રીય આગેવાન પી.ટી. જાડેજા સામે પાસા જેવા શસ્ત્ર ઉગામવામાં આવતા ક્ષત્રીય આગેવાનો એકત્રીત થઈ કરવામાં આવેલ પાસનો હુકમ રીવોક કરવા પોલીસ કમીશ્નર તથા કલેકટરને બહોળી સંખ્યામાં ભેગા થઈને આવેદન પત્ર આપવામાં આવેલ અને કરવામાં આવેલ.

જે બાદ આવો પાસાનો હુકમ રીવોક કરવા રાજય સરકારને સત્તા હોય તેવી રજુઆતો સાથે ક્ષત્રીય આગેવાનો ગુજરાત રાજયના મુખ્યમંત્રીને મળી સાચી વિગતો રજુ કરેલ અને જાણવામાં આવેલ કે, આવા બે સામાન્ય ગુન્હામાં પાસા થઈ શકતી હોય તો રાજકોટ શહેરમાં લાખો લોકોને અને સમગ્ર રાજયમાં કરોડોને પાસામાં ધકેલવા પડે તો માત્ર પી.ટી. જાડેજાને કેમ ટાર્ગેટ બનાવવામાં આવેલ?

પી ટી જાડેજા મંદીરમાં પ્રથમથી જ પ્રમુખ છે અને સૌથી વધુ દાન આપે છે, સેવાપુજાને વ્યવસાય બનતો અટકાવવા કરેલ કાર્યને જુદુ સ્વરૂપ આપવામાં આવેલ છે અને પી.ટી. જાડેજાએ કરેલ ફરીયાદમાં ગુન્હો દાખલ કરવામાં આવતો નથી. બંને કેસોમાં અગાઉ કરવામાં આવેલ અરજીઓ ફાઈલે થયા બાદ પાછળથી તે અરજીઓના કામે ખોટી એફ.આઈ.આર. કરવામાં આવેલ છે.

લંબાણ પુર્વકની રજુઆત કરી ક્ષત્રીય આગેવાન પી.ટી. જાડેજા વિરુદ્ધ કરવામાં આવેલ પાસાનો હુકમ રીવોક કરવા ક્ષત્રીય આગેવાનોએ રજુઆતો કરેલ હતી. મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલ રજુઆતો અને રજુ રાખવામાં આવેલ દસ્તાવેજી પુરાવો લક્ષે લઈ તા.૪/૭/૨૦૨૫ ના રોજ ક્ષત્રીય આગેવાન પી.ટી. જાડેજાને રાત્રીના સમયે ઉઠાવી લઈ પરીવારજનોને સાચી માહીતી ન આપી મોડી રાત્રે સાબરમતી જેલમાં પાસા હેઠળ ધકેલી દેવાના પોલીસ કમીશ્નરના હુકમને તા.૧૪/૦૭/૨૦૨૫ ના રાજ્યના ગૃહવિભાગ દ્વારા રીવોક કરવાનો હુકમ ફરમાવેલ છે.

પાસા રીવોકનો હુકમ સાબરમતી જેલમાં રજુ થયે પી.ટી. જાડેજાને જેલ મુક્ત કરવામાં આવશે અને બહોળી સંખ્યામાં ક્ષત્રીય આગેવાનો તેમને માનભેર અમદાવાદથી રાજકોટ લાવવા માટે રવાના થશે તેવુ જાણવા મળેલ છે.

ઉપરોકત કામમાં પી.ટી. જાડેજા પરીવારજનોને કાનુની માર્ગદર્શન પુરૂ પાડવામાં રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા તથા મદદમા નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ રોકાયેલ હતા.

News Click 24

Poll not found

Related Articles

Back to top button