કચ્છના પાવર પટ્ટીમા સોના જેવા ચળકતા પથ્થરો જોવા મળી રહ્યા છે. જેને લઇને સ્થાનિક લોકોમા એક ઉત્કસુકતા જોવા મળી રહી છે.
સોનાની સમગ્ર વિશ્વમાં બોલબાલા છે. ખાસ કરીને અરબનાં વિવિધ દેશોમાં આ પથ્થરનું સુશોભન તરીકે ખુબ જ માંગ વધી રહી છે. અરબસ્તાની શેખોમાં આ પથ્થર માટે ખાસ ક્રેઝ જોવા મળી રહ્યો છે.

જમ્મુ અને કાશ્મીરમાં સોનાની ખાણો મળી આવી છે. વૈજ્ઞાનિકો તેના પર સંશોધન કરી રહ્યા છે. આગામી 10 વર્ષમાં તેમાં માઇનિંગ પણ શરૂ કરવામાં આવશે તેવો અંદાજ છે. આ ઉપરાંત લિથિયમ પણ કાશ્મીરમાંથી મોટા પ્રમાણમાં મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો કે હવે કચ્છમાંથી પણ “સોનું” મળી આવ્યું છે. આ સોનાની સમગ્ર વિશ્વમાં બોલબાલા છે. ખાસ કરીને અરબનાં વિવિધ દેશોમાં આ પથ્થરનું સુશોભન તરીકે ખુબ જ માંગ વધી રહી છે. અરબસ્તાની શેખોમાં આ પથ્થર માટે ખાસ ક્રેઝ જોવા મળી રહ્યો છે.
સમગ્ર વિશ્વ સોના પાછળ ઘેલું છે, ત્યારે કચ્છના પાવર પટ્ટીમા સોના જેવા ચળકતા પથ્થરો જોવા મળી રહ્યા છે. જેને લઇને સ્થાનિક લોકોમા એક ઉત્કસુકતા જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે સરકાર દ્રારા કંઇક સંશોધન થાય તો જરુર સોનાનો સુરજ ઉગે તેમ છે.
સમગ્ર વિશ્વ સોના પાછળ ઘેલું છે, ત્યારે કચ્છના પાવર પટ્ટીમા સોના જેવા ચળકતા પથ્થરો જોવા મળી રહ્યા છે. જેને લઇને સ્થાનિક લોકોમા એક ઉત્કસુકતા જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે સરકાર દ્રારા કંઇક સંશોધન થાય તો જરુર સોનાનો સુરજ ઉગે તેમ છે.
કચ્છમા વિપુલ ખજાના વિશે મહેરા સંપ્રદાયના સ્થાપક માતંગ દેવ થઇ ગયા છે. તેમની ચોથી પેઢી અવતરેલા મામૈયદેવ થયા તેમને કચ્છમાં સોનું મળવા અંગે આગમવાણી કરેલી હતી. આ અગમવાણીમાં પણ સોના અંગે ઉલ્લેખ જોવા મળે છે. આ અગમવાણીમાં લખેલું છે કે,
આ આગમવાણીમાં આ સોનવા વોકળા વિશે પણ ઉલ્લેખ કરેલો છે તેવું સ્થાનિક લોકોનું માનવું છે. આ વિસ્તારમાંના અભ્યાસુ એવા બાબુભાઇ માતંગએ VTV DIGITAL ને જણાવ્યું કે, ભુજ તાલુકાની રૂદ્રમાતા જાગીર અને નખત્રાણા તાલુકાની થાન જાગીર વચ્ચે કચ્છના મોટા રણને અડીને પથરાયેલા પ્રદેશ ‘પાવરપટ્ટી’ તરીકે રાજાશાહી વખતથી પ્રખ્યાત છે. આ વિસ્તારમાં લોરિયા, ઝુરા, બાડી, નિરોણા અને ઓરીરા ગામોની દક્ષિણે મોટી-મોટી પર્વતની હારમાળા છે. ઝુરા અને બાડી વચ્ચેના ડુંગરોમાંથી એક છેલો (ઝરણું) નીકળે છે. જે આ પંથકમાં ‘સોનજર’ તરીકે પ્રખ્યાત છે. કેટલાક લોકો તેને ‘સોનવો’ના છેલા તરીકે પણ ઓળખે છે. આ છેલાના પથ્થરો અને છેલ્લો જ્યાંથી ઉત્પન્ન થાય છે તે ડુંગરના પથ્થરો ઝીણી-ઝીણી સુવર્ણ કણિકાઓથી કંડારેલા છે. આ પથ્થરને તોડતાં જ તેમાં રહેલું સોનું ઝળહળી ઊઠે છે.