પહેલગામ આતંકી હુમલાના 3 મહિના બાદ ખૌફનાક સત્ય સામે આવ્યું ; હુમલાની તપાસ કરી રહેલી એનઆઈએ એ હુમલાને નજર જોનાર એક શખ્સની ઓળખ કરી છે ,
સાક્ષીએ કહ્યું કે પ્રવાસીઓ પર હુમલો કરીને ભાગતી વખતે આતંકીઓએ હવામાં પણ ગોળીબાર કર્યો હતો જેથી કરીને કોઈ તેમની તરફ ન આવી શકે. આ સાક્ષીએ આતંકીઓને ભાગતાં પણ જોયા હતા.

જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાના 3 મહિના બાદ એક મોટો ઘટસ્ફોટ થયો છે. હુમલાની તપાસ કરી રહેલી એનઆઈએ એ હુમલાને નજર જોનાર એક શખ્સની ઓળખ કરી છે અને તેની પૂછપરછ કરતાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. સાક્ષીએ કહ્યું કે પ્રવાસીઓ પર હુમલો કરીને ભાગતી વખતે આતંકીઓએ હવામાં પણ ગોળીબાર કર્યો હતો જેથી કરીને કોઈ તેમની તરફ ન આવી શકે. આ સાક્ષીએ આતંકીઓને ભાગતાં પણ જોયા હતા.
NIA એ જ્યાં ગોળીબાર થયો હતો ત્યાંથી ખાલી કારતૂસ મળી આવ્યા છે, જે સાક્ષીના કથનને સમર્થન આપે છે. સાક્ષીએ જણાવ્યું હતું કે તેને કલમાનો પાઠ કરવાનું કહેવામાં આવ્યું હતું અને સંભવતઃ તેને બચાવી લેવામાં આવ્યો હતો કારણ કે તેને કલમા આવડતાં હતા. ઘણા બચી ગયેલા લોકોએ અહેવાલ આપ્યો છે કે આતંકવાદીઓએ બૈસરન ખીણમાં 26 લોકોની હત્યા કરતા પહેલા ધર્મની ઓળખ માટે કલમાનું ઉચ્ચારણ કરવાનું કહેવામાં આવ્યું હતું. અધિકારીઓએ સાક્ષીઓ અને આશ્રયદાતાઓની જુબાનીઓને સમર્થન આપ્યું છે, અને આતંકવાદીઓને સફળતાપૂર્વક ઓળખી કાઢ્યા છે. ત્રણમાંથી એકની ઓળખ હાશિમ મુસા તરીકે થઈ છે, જે પાકિસ્તાની સેનાનો ભૂતપૂર્વ નિયમિત સભ્ય છે. મુસા પર સોનમાર્ગ ઝેડ મોઢ ટનલ હુમલાનો માસ્ટરમાઇન્ડ હોવાની શંકા છે, જેમાં છ મજૂરો અને એક ડૉક્ટરનું મોત થયું હતું.
શરૂઆતમાં, એવી શંકા હતી કે બૈસરન ખીણમાં હુમલો ત્રણથી પાંચ આતંકવાદીઓએ કર્યો હતો, પરંતુ અત્યાર સુધીમાં, NIA એ લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓની ઓળખ કરી છે, જે બધા પાકિસ્તાની નાગરિકો છે.
ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે પહેલગામમાં આતંકીઓ હુમલો કરીને 26 પ્રવાસીઓની હત્યા કરી નાખી હતી જે પછી એનઆઈએ આ હુમલાની તપાસ સંભાળી લીધી હતી, હવે 3 મહિના બાદ આતંકીઓને લઈને આવી માહિતી સામે આવી છે જેની પર દેશભરમાં ચર્ચા ચાલી હતી.