મુંબઈથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો ; રિક્ષામાં બેઠેલા માસૂમ પર માલિકે કરાવ્યો પિટબુલનો ઘાતક એટેક
છોકરાને હેરાન થતો જોઇને પણ શ્વાનનો માલિક તેના કુતરાને અટકાવવાને બદલે આ પરિસ્થિતિમાં હસી રહ્યો હતો

મુંબઈથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈના પૂર્વીય ઉપનગરમાં એક માણસે પોતાના પાલતુ શ્વાનને બાળક પર છોડી દીધો. જ્યારે તે શ્વાન બાળકને કરડી રહ્યો હતો ત્યારે શ્વાનનો માલિક તેની હાલત જોઇને હાઈ રહ્યો હતો.
મુંબઈથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈના પૂર્વીય ઉપનગરમાં એક માણસે પોતાના પાલતુ શ્વાનને બાળક પર છોડી દીધો. અને તે કુતરું તે છોકરાને હેરાન કરવા લાગ્યું અને કરડવા લાગ્યું. જેના લીધે તે છોકરો ડરી ગયો હતો અને રડવા લાગ્યો હતો. આ છોકરાને હેરાન થતો જોઇને પણ શ્વાનનો માલિક તેના કુતરાને અટકાવવાને બદલે આ પરિસ્થિતિમાં હસી રહ્યો હતો.
મળતી માહિતી મુજબ કૂતરાના હુમલામાં 11 વર્ષનો છોકરો ઘાયલ થયો હતો. આ પછી કૂતરાના માલિકની ધરપકડ કરવામાં આવી. પોલીસે રવિવારે આ માહિતી આપી. એક અધિકારીએ જણાવ્યું કે ગુરુવારે રાત્રે માનખુર્દ વિસ્તારમાં થયેલા હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નવાઈની વાત એ છે કે આ સમય દરમિયાન ત્યાં હાજર અન્ય લોકો પણ બાળકને મદદ કરવાને બદલે આનંદ માણતા રહ્યા.
ઘાયલ છોકરાના પિતાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. આ મુજબ હમઝા નામનો બાળક તેના મિત્રો સાથે રહેણાંક વિસ્તારમાં પાર્ક કરેલી ઓટોરિક્ષાની અંદર રમી રહ્યો હતો. આ દરમિયાન આરોપી સોહેલ હસન ખાન (43) તેના પીટબુલ કૂતરા સાથે ત્યાંથી પસાર થયો. કૂતરાને જોઈને છોકરો અને તેના મિત્રો ઉત્સાહિત થઈ ગયા અને પિટબુલ-પિટબુલ બૂમો પાડવા લાગ્યા. આના પર કૂતરાનો માલિક ઓટોમાં ઘૂસી ગયો અને કૂતરા સાથેના બધા બાળકોને ડરાવવા લાગ્યો. બાકીના બાળકો ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યા. પણ હમઝા છટકી શક્યો નહીં.
આ પછી પહેલા સોહેલે હમઝાને ડરાવ્યો. આ પછી તેણે કૂતરાને તેના પર છોડી દીધો. પોતાને બચાવવા માટે હમઝા ઓટોમાંથી કૂદી પડ્યો અને દોડવા લાગ્યો. પરંતુ પીટબુલે તેનો પીછો કર્યો અને તેને ઘણી જગ્યાએ કરડ્યો. બાળકનો આરોપ છે કે આ દરમિયાન ત્યાં હાજર અન્ય લોકો વીડિયો બનાવતા રહ્યા. પરંતુ તેને મદદ કરવા આગળ આવ્યા નહીં. તેણે કહ્યું કે તે ખૂબ જ ડરી ગયો હતો કારણ કે કૂતરો તેને કરડ્યો હતો અને તેની પાછળ દોડ્યો હતો.