ભારત

ભારતમાંથી ટુંક સમયમાં મેલેરિયા નાબૂદ થશે. ભારતીય વૈજ્ઞાનિકોએ મેલેરિયા સામે પ્રથમ સ્વદેશી રસી વિકસાવી છે.

ICMR અનુસાર નવી મેલેરિયા રસીનું નામ હાલમાં adfalcivax છે, જે મેલેરિયા પરોપજીવી પ્લાસ્મોડિયમ ફાલ્સીપેરમ સામે સંપૂર્ણપણે અસરકારક છે તે ઈંઈખછ અને ભુવનેશ્વર સ્થિત પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્ર (RMRC) ના સંસોધકો દ્વારા સંયુકત રીતે વિકસાવવામાં આવ્યું છે

ભારતમાંથી ટુંક સમયમાં મેલેરિયા નાબૂદ થશે. ભારતીય વૈજ્ઞાનિકોએ મેલેરિયા સામે પ્રથમ સ્વદેશી રસી વિકસાવી છે.આ રસી એક દાયકાથી વધુ સમય સુધી મેલેરિયા સામે રક્ષણ પુરું પાડશે.ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) એ રસીના ઉત્પાદન માટે ખાનગી કંપનીઓ સાથે કરાર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.

ICMR અનુસાર નવી મેલેરિયા રસીનું નામ હાલમાં adfalcivax છે, જે મેલેરિયા પરોપજીવી પ્લાસ્મોડિયમ ફાલ્સીપેરમ સામે સંપૂર્ણપણે અસરકારક છે તે ઈંઈખછ અને ભુવનેશ્વર સ્થિત પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્ર (RMRC) ના સંસોધકો દ્વારા સંયુકત રીતે વિકસાવવામાં આવ્યું છે. RMRCના વૈજ્ઞાનિક ડો.સુશીલ સિંહે જણાવ્યું હતું કે નવી રસી માનવ ચેપને અટકાવી શકે છે.Adfalcivax PFS 230 અને PFS48/45 પ્રોટીનનું મિશ્રણ છે તે મજબૂત એન્ટિબોડીઝ બનાવે છે જે ચેપને અટકાવે છે આ રસી મેલેરિયા સામેની લડાઈને વધુ મજબુત બનાવી શકે તેવી અપેક્ષા છે.ફાર્માસ્યુટિકલ સ્થિરતા ખૂબ જ વિશિષ્ટ છે આ ફોર્મ્યુલા ઓરડાના તાપમાને નવ મહિનાથી વધુ સમય સુધી અસરકારક રહે છે, જેનાથી મોંઘા કોલ્ડ ચેઈન લોજિસ્ટિકસની જરૂરિયાત દુર થાય છે.

હાલમાં, દેશમાં બે મેલેરિયા રસીઓ ઉપલબ્ધ છે તેમની કિંમત 800 રૂપિયા છે. જો કે તેમની અસરકારફતા ફકત 33 થી 67 ટકાની વચ્ચે છે. ઓકસકર્ડ યુનિવર્સિટી અને વિશ્ર્વ આરોગ્ય સંગઠન દ્વારા માન્ય RTS  અને R21/Matrix-M રસીઓ વિશ્ર્વના કેટલાક દેશોમાં ઉપલબ્ધ છે. બીજી તરફ ભારતની રસી, લોહીમાં પહોંચતા જ ટુંક સમયમાં ટ્રાન્સમિશન બ્લોકિંગમાં અસરકારક પરિણામો બતાવવાનું શરૂ કરે છે એટલે કે ચેપના ફેલાવો રોકવામાં અને સાથે સાથે….તે આર્થિક પણ છે.

વિશ્વભરમાં 26.3 કરોડ કેસ મળી આવ્યા 5.97 લાખ લોકો મૃત્યુ પામ્યા , વિશ્વ આરોગ્ય સંગઠનના વિશ્વ મેલેરિયા રિપોર્ટ 2023 મુજબ
એટલા માટે આપણી રસી 
સારી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button