ગુજરાત

રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલ છે. તળાજામાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે તલોદમાં અઢી ઈંચ વરસાદ નોંધાવા પામ્યો છે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલ છે. તળાજામાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે તલોદમાં અઢી ઈંચ વરસાદ નોંધાવા પામ્યો છે. મહેસાણાના વિસનગરમાં બે ઈંચ વરસાદ નોંધાવા પામ્યો હતો. છેલ્લા બે અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં સર્જાતી પરિસ્થિતિઓના કારણે વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનવાની સંભાવના છે. ડીપ ડિપ્રેશન અથવા લો પ્રેશર વિસ્તાર ઉભો થાય તો તેની સીધી અસર ગુજરાત પર થઈ શકે છે. જુલાઈના અંતિમ દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદના આગમનની શક્યતા છે. ખાસ કરીને 28 જુલાઈ પછી પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે. કેટલીક જગ્યાએ પવન 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે, જેના લીધે તંત્રએ સતર્ક રહેવાની અને તાત્કાલિક પગલાં લેવા તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે.

ઓગસ્ટ મહિનામાં વરસાદની સ્થિતિ વિષે જણાવાયું છે કે, 4થી 8 ઓગસ્ટ દરમિયાન ફરી એક નવી વરસાદી સિસ્ટમ સર્જાશે. 6થી 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની સંભાવના છે. પછી 17થી 19 ઓગસ્ટ દરમિયાન બીજી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. 23 ઓગસ્ટ બાદ વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટશે. વરસાદ સાથે ઝેરી જીવજંતુઓનો ખતરો પણ વધી શકે છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં પણ ઉંમદાર વરસાદ થવાની શક્યતા છે, અને ઓક્ટોબર મહિનાની શરૂઆત સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે ,

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાનો અંદાજ છે. 26મી અને 27મી જુલાઈના રોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શકયતા હોવાનું જણાયું છે. ખાસ કરીને 26મી તારીખે અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 27મી તારીખે ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. લોકોને સલામતીના પગલાં લેવા અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામ 3 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, સુરત, વલસાડ, નવસારી, જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, બરોડા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. 40 કિલોમીટર પ્રતિ કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button