અનીલ અંબાણીની મુશ્કેલી ફરી વધી : ‘ધીરાણ ફ્રોડ’ મુદ્દે સીબીઆઈમાં ફરિયાદ ,
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ રૂા. 2227 કરોડના રીલાયન્સ કોમ્યુનિકેશનના ધીરાણને ફ્રોડ જાહેર કર્યા બાદ હવે ફોજદારી દાખલ કરી છે

ભારતીય ઔદ્યોગીક જગતમાં કમ બેક કિંગ તરીકે જાણીતા બની રહેલા એક સમયના ટોચના ઉદ્યોગપતિ અને રીલાયન્સ-અંબાણી પરિવારના સભ્યો અનીલ અંબાણીની મુશ્કેલી ફરી વધે તેવા સંકેત છે.
દેશની ટોચની રાષ્ટ્રીયકૃત સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ રીલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા મેળવાયેલ ધીરાણને ‘ફ્રોડ’ જાહેર કરવાની સાથે સીબીઆઈ સમક્ષ ફરીયાદ નોંધાવી છે જેના કારણે અનીલ અંબાણી અને આ કંપનીના સાથે સંકળાયેલા તમામ સામે હવે ફોજદારી ધારા હેઠળ બેંક સાથે છેતરપીંડી સહિતના કેસ દાખલ થશે.
અગાઉ જ સ્ટેટ બેંકે રીઝર્વ બેંકના આદેશ મુજબ રીલાયન્સ ઈન્ડ.ના રૂપિયા 2227.64 કરોડના ધીરાણને ફ્રોડ જાહેર કયુર્ં હતું. આ ઉપરાંત રૂા.786.52 કરોડનું ધીરાણ જે બેંક ગેરંટી સ્વરૂપે આપવામાં આવ્યું હતું તે પણ ફ્રોડ જાહેર થયું છે.
તેમાં હવે તપાસ એજન્સી સીબીઆઈ સમક્ષ બેંકે ફરીયાદ નોંધાવી છે. લોકસભામાં ગઈકાલે આ માહિતી આપવામાં આવી હતી અને તેથી આગામી સમયમાં અનીલ અંબાણી સામે ફોજદારી કાર્યવાહી પણ થઈ શકશે.