સહમતિથી શારીરિક સબંધોની ઉંમર ઘટાડી 16 વર્ષની કરવા ભલામણ ,
સર્વોચ્ચ અદાલત સમક્ષ સિનિયર ધારાશાસ્ત્રી અને કોર્ટના સલાહકાર ઈન્દીરા જયસિંહે સરકારને કાનૂનમાં સુધારો કરવા જણાવવા સુપ્રિમને ભલામણ કરી ,

દેશમાં પુખ્તવયની ઉમર પૂર્વે જ ટીનેજમાં વધતા જતા શારીરિક સંબંધોના આકર્ષણ પર અનેક વખત તે અપરાધી અને ખાસ કરીને સહમતીથી આ સબંધો બંધાયા હોવા છતા બાદમાં જે રીતે તેની સામે કાનૂની કાર્યવાહી થાય છે તેમાં હવે સુપ્રિમ કોટ મારફત સરકારને સહમતીથી શારીરિક સંબંધો માટેની હાલની 18 વર્ષની ઉંમર મર્યાદા ઘટાડીને 16 વર્ષની કરવા ભલામણ કરી છે.
આ ભલામણ વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને સર્વોચ્ચ અદાલતના સલાહકાર ઈન્દીરા જયસિંહે કરી છે. તેઓએ સુપ્રિમ કોર્ટમાં એક અરજીમાં આ પ્રકારના સંબંધોમાં જે પ્રકારે અપરાધી ધારા હેઠળના કેસ વધતા જાય છે તેના તરફ સર્વોચ્ચ અદાલતનું ધ્યાન દોરેલ છે.
16થી 18 વર્ષના ટીનેજર સંમતિથી શારીરિક સંબંધો બાંધે તો પણ તેમાં બાદમાં ભારતીય ફોજદારી ધારાની કલમ 375 અને પોકસો એકટ 2012 હેઠળ અપરાધ ગણવામાં આવે છે.
ઈન્દીરા જયસિંહે પોતાની રજૂઆતમાં કહ્યું હતું કે, 2017થી 2021 વચ્ચે 16થી 18 વર્ષની આયુમાં જે રીતે સગીર ગણાતા છોકરાને છોકરી સહમતીથી શારીરિક સબંધો બાંધે છે તે પ્રકારના કિસ્સામાં 180 ટકાનો વધારો થયો છે.
આ પ્રકારની ફરીયાદો છોકરીના માતા પિતા દ્વારા કરવામાં આવે છે. જેના કારણે છોકરાનું ભવિષ્ય પણ બગડે છે. તેઓએ તર્ક આપ્યા વગર હાલના સમયમાં જે રીતે રોમાન્ટીક સંબંધો વધતા જાય છે તેને અપરાધમાં ફેરવવા કાનૂની મંજૂરી મળે તે ખોટું છે.
ખાસ કરીને સહમતી વાળા સંબંધો પણ સામાજીક રીતે પણ તેને પરેશાની થાય છે. અને આ પ્રકારના કેસોમાં ટીનેજ છોકરાઓને જ સૌથી વધુ સહન કરવું પડે છે.
તેમની દલીલ હતી કે, 2013 સુધી 16 વર્ષ કે તેથી વધુની વયે સહમતીથી બંધાતા શારીરિક સબંધોને કાનૂની માન્યતા હતી પરંતુ બાદમાં જસ્ટીસ વર્મા કમીટીની ભલામણના પગલે આ 18 વર્ષની ઉંમર 16 વર્ષની કરવામાં આવી છે પરંતુ હાલની સામાજીક અને શારિરીક પરિસ્થિતિમાં ટીનેજરો ઝડપથી યુવા થઈ જાય છે અને જે રીતે સમાજમાં આપણે સોશ્યલ મીડિયાનો પ્રભાવ છે તેના કારણે રોમાન્ટીક સબંધો વધતા જાય છે.
બાદમાં બન્નેની સહમતી શારિરીક સબંધો બનતા હોય છે. જેમાં થોડી પણ અણબનાવ કે માતા પિતાને જાણ થતા જ તેઓ છોકરા સામે પોલીસ ફરીયાદ નોંધાવી દે છે અને તેના કારણે આ પ્રકારના સબંધો અપરાધીક ભૂમિકા બની જાય છે. અને તે ટીનેજરના કેરીયરને પણ અસર કરે છે. તેઓએ આ સબંધીત જોગવાઈને સુપ્રિમ કોર્ટમાં પડકારી છે.