આવતીકાલથી રાજ્યાં ફરી વરસાદનું જોર વધશે. એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા ફરી વરસાદી માહોલ જામશે
29 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

એકસાથે 3 સિસ્ટમ સક્રિય થતાં ફરી માહોલ જામશે
આવતીકાલથી રાજ્યાં ફરી વરસાદનું જોર વધશે. એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા ફરી વરસાદી માહોલ જામશે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે.
29 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી
29 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પણ પડી શકે છે.
યલો એલર્ટ જાહેર
આ ઉપરાંત આવતીકાલે અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, વલસાડ, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ચોમાસું પાકમાં ખેડૂતોને થશે ફાયદો
પાટણ જિલ્લામાં વિરામ બાદ વરસાદી ઝાપટા પડવાનું શરુ થયું છે. હારીજ તાલુકામાં મોડી રાત્રે મેઘરાજાનું આગમન થાય છે. બોરતવાડા, કુકરાણા, સાંપ્રા સહિતમાં વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે ચોમાસુ પાકમાં ખેડૂતોને ફાયદો થશે.
ઉપલેટા તાલુકાના કેટલાક ગામમાં વરસાદ
રાજકોટના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ઉપલેટા તાલુકાના કેટલાક ગામમાં વરસાદી માહોલ છવાયો હતો. પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ગઢાળા, ખાખીજાળીયા, મોજીરા સહિતના પંથકમાં સવારથી વરસાદી માહોલ છવાયો હતો.