આજે રાહુલ ગાંધી ચાર મહિનામાં ચોથીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આણંદ ખાતે નવનિયુકત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 26 થી 28 જુલાઈ સુધી આયોજિત ત્રણ દિવસીય તાલીમ શિબિરમાં ભાગ લેશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે ચોથી વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આણંદમાં નવ નિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરશે. તેમજ ગુજરાતના નવ નિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે પણ મુલાકાત કરશે. તેમજ ગુજરાતના નવ નિયુક્ત જિલ્લા પ્રમુખોને તાલીમ આવશે. જિલ્લાઓમાં સંગઠનને મજબૂત કરવા માટે રાહુલ ગાંધી ચર્ચા કરશે. તેમજ પ્રદેશ સંગઠનમાં નવા ફેરફારને લઈને પણ નેતાઓ બેઠક કરશે. કોંગ્રેસના નેતાઓ વચ્ચેની નારાજગી દૂર કરવા માટે રાહુલ ગાંધી પ્રયાસ કરશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 26 થી 28 જુલાઈ સુધી આયોજિત ત્રણ દિવસીય તાલીમ શિબિરમાં ભાગ લેશે. જેમાં તેઓ નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે ખાસ મુલાકાત કરશે અને તેમને રાજકીય દિશા અને સંઘર્ષની રીત ભણાવશે.
આ કાર્યક્રમનું આયોજન કોંગ્રેસ પાર્ટી દ્વારા ખાસ કરીને ગુજરાતમાં સંગઠન મજબૂત બનાવવા માટે કરવામાં આવ્યું છે. શિબિર દરમિયાન રાજકીય નિષ્ણાતો પણ નવા પ્રમુખોને વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપશે, જેમ કે સંગઠનાત્મક માળખું, ચૂંટણી રણનીતિ, જાહેર સંવાદ અને સોશ્યલ મીડિયા વ્યવહાર.
હવે 26 થી 28 જુલાઈ દરમિયાન તેઓ ચોથીવાર રાજ્યમાં આવી રહ્યાં છે. જે પાર્ટી માટે એક સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના પ્રદેશ નેતાઓ માને છે કે રાહુલ ગાંધીની સતત હાજરી અને માર્ગદર્શનથી ગુજરાતમાં પાર્ટીની સ્થિતિ મજબૂત બની રહી છે. આ તાલીમ શિબિર બાદ પ્રદેશ કોંગ્રેસ નવી ઊર્જા સાથે આગામી સ્થાનિક અને વિધાનસભા ચૂંટણી માટે તૈયાર રહે તેવી અપેક્ષા છે.