જાણવા જેવું

પાક આર્મી ચીફ ઝેર ઓકતાં સાચું બોલી ગયાં ; જનરલ મુનીરે કહ્યું હતું કે, ‘ભારત હાઇવે પર દોડતી ચમચમાતી મર્સિડીસ જેવું છે અને આપણે કબાડ ભરેલી ગાડી છીએ.

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વિશે તો સૌ કોઈ જાણે છે ત્યારે હવે પાકિસ્તાનના આર્મી ચીફ અમેરિકામાં રહેતા પાકિસ્તાનીઓ વચ્ચે ભારત સામે ઝેર ઓંકતા સમયે પોતાના દેશ વિશે સાચું બોલી ગયા હતા, તેમના નિવેદનની લોકો બરાબરની મજાક ઉડાવી રહ્યાં છે

પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીર અમેરિકામાં રહેતા પાકિસ્તાનીઓમાં પોતાના દેશ વિશે ફેંકમ ફેક કરી રહ્યાં હતા. આ દરમિયાન તેમણે ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો હતો. જો કે તેમના ભાષણ દરમિયાન તેમના મોઢામાંથી એવું નિવેદન નીકળી ગયું કે, સોશિયલ મીડિયામાં લોકો તેની બરાબર મજાક ઉડાવી રહ્યા છે.

ભારત અને પાકિસ્તાનની પરિસ્થિતિની તુલના કરતી વખતે, જનરલ મુનીરે કહ્યું હતું કે, ‘ભારત હાઇવે પર દોડતી ચમચમાતી મર્સિડીસ જેવું છે અને આપણે કબાડ ભરેલી ગાડી છીએ. મુનીરનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યું છે જેમાં તે પોતાના દેશની ફજેતી કરી રહ્યા છે.

લોકોએ આ નિવેદન પર પ્રતિક્રિયા આપવાનું પણ શરુ કરી દીધુ છે જેમાં એક યુઝરે લખ્યું હતું કે, ‘પાકિસ્તાનનો કબાડ ભરેલો ટ્રક મર્સસિડીસ પાસે પહોંચે તે પહેલા જ ખરાબ થઈ જશે. નોંધનીય છે કે, પોતાની યુએસ મુલાકાત દરમિયાન મુનીરે ભારતને મિસાઇલ હુમલાની ધમકી પણ આપી હતી.

આ ઉપરાંત ફ્લોરિડામાં પાકિસ્તાનીઓ સાથે વાત કરતા પાક. આર્મી ચીફે પાતાના ભાષણમાં કહ્યું હતું કે, દાયકાઓથી પાકિસ્તાનની આર્થિક સ્થિતિ બગડી રહી હોવા છતાં, ભવિષ્ય ઉજ્જવળ છે. અમેરિકા, સાઉદી અરેબિયા, યુએઈ અને ચીન સાથેના સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે અને આપણા દેશની 64 ટકા યુવા વસ્તી એ આપયણી તાકાત છે. આ સાથે તેમણે દાવો કર્યો કે પાકિસ્તાન પાસે તેલ અને ખનિજોનો વિશાળ ભંડાર છે, જે દેશને આર્થિક દલદલમાંથી બહાર કાઢશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button