જાણવા જેવું

સારુ શિક્ષણ અને સ્વાસ્થ્ય આમજનની પહોંચની બહાર થઈ રહ્યુ છે : મોહન ભાગવત ,

પહેલા સ્વાસ્થ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં સેવાભાવથી કામ થતું હતું આજે તેમાં વ્યાવસાયિકતા હાવી થઈ ગઈ છે : સંઘ વડા

રાષ્ટ્રીય સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે રવિવારે જણાવ્યું હતું કે, ગુણવતાપૂર્ણ સ્વાસ્થ્ય અને શિક્ષણ સુવિધાઓ આજની સૌથી મોટી જરૂરિયાત છે, પણ તે આજે સામાન્ય જનની પહોંચ અને આર્થિક ક્ષમતાની બહાર થઈ રહી છે. આ સેવાઓને સસ્તી અને સુલભ તેમજ સરળ બનાવવી આજે સમયની માંગ છે.

મોહન ભાગવત ગુરુજી સેવા ન્યાસ દ્વારા સ્થાપિત માધવ સૃષ્ટિ આરોગ્ય કેન્દ્રના ઉદઘાટન સમારોહમાં બોલી રહ્યા હતા. આ કેન્દ્ર કેન્સર રોગીઓ માટે કિફાયતી ઉપચાર ઉપલબ્ધ કરાવશે.

આરએસએસ પ્રમુખે જણાવ્યું હતું કે, પહેલા સ્વાસ્થ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં કામ સેવાના ભાવથી થતું હતું પણ હવે તેમાં વ્યાવસાયિકતા હાવી થઈ ગઈ છે. સારી સુવિધા દરેક માટે જરૂરી છે. પરંતુ દુર્ભાગ્યે ગુણવતાપૂર્ણ સેવાઓ સામાન્ય લોકોની પહોંચથી દુર છે.

ભાગવતે કેન્સરના મોંઘા ઈલાજ પર પણ ચિંતા દર્શાવી હતી. ભાગવતે આમ લોકો માટે તબીબી અને શિક્ષણની સારી સુવિધા માટે સમાજના સક્ષમ લોકોને આગળ આવવાનું આહવાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભાગવત 13 ઓગષ્ટે ઓરિસ્સાનો ત્રણ દિવસનો પ્રવાસ કરશે. તેઓ પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદની મુલાકાત કરશે. કટકમાં કાર્યક્રમમાં ભાગ લેશે. 13મીએ ભુવનેશ્વર પહોંચશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button