જાણવા જેવું
અમેરિકાની મુલાકાત દરમ્યાન પરમાણુ હુમલાની ઉચ્ચારેલી ધમકી સામે ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કર્યુ છે ભારત કયારેય અણુ બ્લેકમેઇલની ધમકીથી દબાશે નહીં
વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં એમ જણાવવામાં આવ્યું છે કે અમેરિકાના પ્રવાસ દરમ્યાન પાકિસ્તાની સૈન્ય વડા દ્વારા કરાયેલા ઉચ્ચારણો વિશે ધ્યાન દોરાયું છે.

ભારત અને અમેરિકાના ટેરીફ તનાવ વચ્ચે પાકિસ્તાનના સૈન્ય વડા મુનીરે અમેરિકાની મુલાકાત દરમ્યાન પરમાણુ હુમલાની ઉચ્ચારેલી ધમકી સામે ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કર્યુ છે ભારત કયારેય અણુ બ્લેકમેઇલની ધમકીથી દબાશે નહીં અને રાષ્ટ્રીય સુરક્ષાના હિત માટે તમામ પ્રકારના કદમ ઉઠાવશે.
વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં એમ જણાવવામાં આવ્યું છે કે અમેરિકાના પ્રવાસ દરમ્યાન પાકિસ્તાની સૈન્ય વડા દ્વારા કરાયેલા ઉચ્ચારણો વિશે ધ્યાન દોરાયું છે.
આવા બેજવાબદારીભર્યા વિધાનોની સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાયે નોંધ લઇને વિચારવાની જરૂર છે. ત્રાસવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ ધરાવતા સૈન્ય દ્વારા અણુ મુદ્દે અપાયેલા નિવેદનથી શંકા ઉભી થાય જ છે.
નિવેદનમાં એમ પણ કહેવાયું છે કે, ત્રીજા દેશની ધરતી પરથી આ પ્રકારનું નિવેદન અત્યંત કમનસીબ છે.
Poll not found