આજ નું રાશિફળ – Today’s Rashifal – 13 August 2025 ,
તમામ રાશિના જાતકો માટે જુઓ 13 ઓગસ્ટ(બુધવાર)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો ,

આજનું પંચાગ
13 08 2025 બુધવાર, માસ શ્રાવણ, પક્ષ વદ, તિથિ પાંચમ, નક્ષત્ર ઉત્તરભાદ્રપદ સવારે 10:31 પછી રેવતી, યોગ ધૃતિ, કરણ કૌલવ, રાશિ મીન (દ.ચ.ઝ.થ.) ,
મેષ (અ.લ.ઈ.)
ઘરેલુ જીવનમાં સુખ મળે, સ્ટોક માર્કેટમાં સફળતા મળે, રોકાયેલા કામમાં વૃદ્ધિ થાય, મિત્રોના સહયોગથી લાભ થાય ,
વૃષભ (બ.વ.ઉ.)
સાથી કર્મચારીથી પરેશાની રહેશે, સંપતિને લગતા કામનો ઉકેલ આવશે, સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે ,
મિથુન (ક.છ.ઘ.)
સ્વભાવને સરળ બનાવો, મિત્રોની મદદથી કામને સરળ બનાવી શકશો, જુના સંબંધોથી લાભ થાય, મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળે ,
કર્ક (ડ.હ.)
કોઈ નજીકના સંબંધથી સહયોગ મળશે, નોકરી ધંધા માટે નવી તકો મળે, કરેલા કાર્યોમાં સફળતા મળશે, સંપતિને લગતા કાર્યોમાં સહયોગ મળશે ,
સિંહ (મ.ટ)
સામાજિક પ્રસંગોમાં હાજરી આપવી પડે, કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં, મિત્રો સાથે મતભેદ રહેશે, નોકરીની નવી તકો મળે પરંતુ વિચારીને નિર્ણય કરવો ,
કન્યા (પ.ઠ.ણ.)
કોઈપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી, મિત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે,નોકરીમાં મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે,ગુસ્સા ઉપર કાબુ રાખશો તો જ કામ સુધરશે ,
તુલા (ર.ત.)
માનસિક અશાંતિ જણાય,સ્વાસ્થ્ય બાબતે સાચવવું, પરિશ્રમ અધિક જણાય છે, ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો ,
વૃશ્ચિક (ન.ય.)
સ્નેહીજનોથી મુલાકાત થાય,આવકમાં ઘટાડો થાય, ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું, ધાર્મિક કાર્યોથી લાભ થાય ,
ધન (ભ.ધ.ફ.ઢ.)
પ્રવાસ પર્યટનના યોગ બને છે, ખોટા વિચારોથી દૂર રહો, દાંપત્યજીવન સુખમાં વૃદ્ધિ થાય, ભાગીદારીમાં સહકાર મળે
મકર (ખ.જ.)
ભાઈ ભાંડુ સાથે મનમેળ રહે, નોકરી ધંધામાં અનુકૂળતા રહે, પ્રવાસ યાત્રાથી લાભ થાય, નવા કામ કરવાની તક મળે
કુંભ (ગ.શ.સ.ષ.)
ઘર ખર્ચમાં વધારો થાય, ભાગ્યનો સાથ ઓછો મળે, પાચન શક્તિ મંદ જણાય,પરિવારમાં મતભેદ રહે
મીન (દ.ચ.ઝ.થ.)
ભાગ્યોદય માટે ઉત્તમ સમય છે, વડીલ વર્ગથી લાભ થાય, મિષ્ટાનમાં રુચિ વધે, કામકાજમાં વિલંબ જણાય