વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને દેશને સંબોધિત કર્યો. આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી ખાસ છે અને તેની થીમ ‘ન્યૂ ઇન્ડિયા’ રાખવામાં આવી છે.
GSTમાં સુધારો, નવા રોજગાર અને સુદર્શન ચક્ર... લાલ કિલ્લાની પ્રાચીર પરથી PM મોદીની 3 મોટી જાહેરાતો

ભારત દેશ આઝાદ થયો તેને 79 વર્ષ થઈ ગયા છે. 15 ઓગસ્ટ 1947 ના રોજ દેશને બ્રિટિશ શાસનથી આઝાદી મળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવેથી સતત 12મા વર્ષે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કર્યો.
વડાપ્રધાને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને પછી પોતાનું ભાષણ આપ્યું. લાલ કિલ્લા પરથી સૌથી લાંબુ ભાષણ આપવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદીના નામે છે. તેમણે 2024 માં 98 મિનિટનું ભાષણ આપ્યું હતુ
મોદીએ કહ્યું કે જેમણે સખત મહેનત કરી છે તેમણે જ ઇતિહાસ રચ્યો છે. તેમણે સ્ટીલના ખડકો તોડ્યા છે, તેમણે જ સમયને ફેરવ્યો છે અને સમય બદલવાનો પણ આ સમય છે. આ યોગ્ય સમય છે. આપણે પરિશ્રમની પરાકાષ્ઠા કરીશું.
મોદીએ કહ્યું કે દેશ સુદર્શન ચક્ર મિશન લોચ કરવા જઈ રહ્યો છે. આ સુદર્શન ચક્ર એક પાવરફુલ વેપન સિસ્ટમ હશે, જે ફક્ત દુશ્મનના હુમલાને તો ધ્વસ્ત કરશે જ, સાથે દુશ્મન પર અનેક ગણો વળતો પ્રહાર પણ કરશે. અમે સુદર્શન ચક્ર મિશનને આગામી દસ વર્ષમાં જોશથી આગળ લઈ જઈશું. આ અંતર્ગત, 2035 સુધીમાં દેશના તમામ મહત્વપૂર્ણ સ્થળોને આ રાષ્ટ્રીય સુરક્ષા કવચથી કવર કરવામાં આવશે. આ સુરક્ષા કવચનો સતત વિસ્તાર થતો રહેશે. દેશનો દરેક નાગરિક સુરક્ષિત અનુભવે. આ માટે, હું 2035 સુધીમાં આ રાષ્ટ્રીય સુરક્ષા કવચનો વિસ્તાર કરવા માંગુ છું, તેથી શ્રી કૃષ્ણ પાસેથી પ્રેરણા લઈને, અમે સુદર્શન ચક્રનો રસ્તો પસંદ કર્યો છે.
મોદીએ ઘુસણખોરોની સમસ્યા અંગે કહ્યું કે સરહદી વિસ્તારોમાં ડેમોગ્રાફી બદલાઈ રહી છે. આપણે આપણા દેશને ઘુસણખોરોને સોંપી ન શકીએ. ઘુસણખોરો, આદિવાસીઓને ભ્રમિત કરે છે. તેઓ આદિવાસીઓની આજીવિકા છીનવી રહ્યા છે. હું દેશને આ પડકાર વિશે ચેતવણી આપવા માંગુ છું. આ માટે, અમે એક હાઈ પાવર ડેમોગ્રાફી મિશન શરૂ કરવાનું નક્કી કર્યું છે.
PM મોદીએ કહ્યું કે આજથી 100 વર્ષ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નો જન્મ થયો. સેવા, સમર્પણ, સંગઠન અને શિસ્ત RSSની ઓળખ રહી છે. RSS મા ભારતીના કલ્યાણના ધ્યેય સાથે આગળ વધ્યું છે. આ વિશ્વનું સૌથી મોટું NGO છે. તેનો 100 વર્ષનો ઇતિહાસ છે. આજે, લાલ કિલ્લાની પ્રાચીર પરથી, હું RSSની આ 100 વર્ષની સફરમાં બધા સ્વયંસેવકોને સલામ કરું છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં કહ્યું કે ખેડૂતોની મહેનત રંગ લાવી રહી છે. સારા અને અદ્યતન ખાતરો, પાણી, બીજ ઉપલબ્ધ છે. આપણે વિશ્વમાં બીજા ક્રમના સૌથી મોટા માછલી અને શાકભાજી ઉત્પાદક છીએ. આપણા ઉત્પાદનો વિશ્વ બજારમાં છવાયેલા છે. ખેડૂતોને પાક વીમામાં વિશ્વાસ છે. પીએમ ધન-ધન્ય કૃષિ યોજના જેમાં દેશના 100 મહત્વાકાંક્ષી જિલ્લાઓ હશે, જ્યાં ખેડૂતોને મદદ મળશે. મોદી દિવાલ ખેડૂતો, માછીમારો અને કામદારોના હિતમાં ઉભી છે. સરકાર ફાઈલોમાં નહીં પણ દેશના નાગરિકોના જીવનમાં ચાલવી જોઈએ. સરકારી યોજનાઓ પહેલા પણ આવતી હતી. અમે તેમને જમીન પર લાવી છે. અમે લોકોનો વિશ્વાસ જગાડ્યો છે. આયુષ્માન ભારત યોજનાએ આપણને બીમારીઓ અને સ્વસ્થ જીવનના વિશ્વાસે જીવવાનું શીખવ્યું છે. પીએમ સ્વાનિધિ યોજના પરિવર્તનના પ્રવાહને છેલ્લા વ્યક્તિ સુધી પહોંચાડી રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે ગરીબી શું હોય છે? હું જાણું છું. તેથી જ મારો પ્રયાસ રહ્યો છે કે સરકાર ફાઇલોમાં ન હોવી જોઈએ. સરકાર દેશના નાગરિકોના જીવનમાં હોવી જોઈએ. તેમના માટે સકારાત્મક રીતે સરકાર એક્ટિવ હોય. અમે આ દિશામાં સતત પ્રયાસો કરી રહ્યા છીએ. અમે સમાજના દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ માટે યોજનાઓ જમીન પર લાવી રહ્યા છીએ. આજે પીએમ આવાસ યોજના હેઠળ ચાર કરોડ ગરીબ લોકોને ઘર આપવામાં આવ્યા છે. આ ફક્ત ચાર દિવાલો નથી, તે તેમના સપના છે. શેરી વિક્રેતાઓને પીએમ સુનિધિ યોજનાનો લાભ મળ્યો છે. આજે તેઓ UPI દ્વારા પૈસા પણ લે છે અને આપે છે. સરકાર લોકોના જીવનમાં હોવી જોઈએ. તેનાથી જ જમીન સાથે જોડાયેલી બને છે અને જ્યારે જમીન સંબંધિત યોજના આવે છે, ત્યારે તે જીવનમાં પરિવર્તન લાવવાનું એક શક્તિશાળી માધ્યમ બની જાય છે.