સાઉથ અમેરિકામાં ભૂકંપના જોરદાર ઝટકા ; રિક્ટર સ્કેલ પર 8.0 તીવ્રતા નોંધાઈ હતી ,
USGS ના ડેટા અનુસાર ભૂકંપ 10.8 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. પૃથ્વીની અંદર સાત ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, એકબીજા એકબીજા પર ચઢે છે અથવા એકબીજાથી દૂર જાય છે ત્યારે જમીન ધ્રુજવા લાગે છે.

સાઉથ અમેરિકામાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે જેના લીધે લોકોમાં ફફડાટ છે. આ ભૂકંપ રિક્ટર સ્કેલ પર 8.0 તીવ્રતા નોંધાઈ હતી.
સાઉથ અમેરિકામાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે જેના લીધે લોકોમાં ફફડાટ છે. આ ભૂકંપ રિક્ટર સ્કેલ પર 8.0 તીવ્રતા નોંધાઈ હતી. સાઉથ અમેરિકામાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 8.0 મપાઈ હતી. જોકે ભૂકંપને કારણે હજુ સુધી કોઇ જાનહાનિ કે માલહાનિના અહેવાલ સામે આવ્યા નથી પરંતુ વિસ્તારમાં સુનામીનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર આ ભૂકંપના આંચકા ડ્રેક પેસેજ વિસ્તારમાં અનુભવાયા હતા. આ એક ઊંડો અને પહોળો દરિયાઈ માર્ગ છે જે દક્ષિણ પશ્ચિમ એટલાન્ટિક મહાસાગર અને દક્ષિણ પૂર્વ પેસિફિક મહાસાગરને જોડે છે.
USGS ના ડેટા અનુસાર ભૂકંપ 10.8 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. પૃથ્વીની અંદર સાત ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, એકબીજા એકબીજા પર ચઢે છે અથવા એકબીજાથી દૂર જાય છે ત્યારે જમીન ધ્રુજવા લાગે છે. આને ભૂકંપ કહેવામાં આવે છે. ભૂકંપ માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. જેને રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ કહેવામાં આવે છે.
રિક્ટર સ્કેલની તીવ્રતા 1 થી 9 સુધીની હોય છે. ભૂકંપની તીવ્રતા તેના કેન્દ્ર એટલે કે એપીસેન્ટરથી માપવામાં આવે છે. એટલે કે તે કેન્દ્રમાંથી ઉત્સર્જિત થતી ઉર્જા આ સ્કેલ પર માપવામાં આવે છે. 1 નો અર્થ ઓછી તીવ્રતાવાળી ઉર્જા ઉત્સર્જિત થઈ રહી છે. 9 નો અર્થ સૌથી વધુ છે. અત્યંત ભયાનક અને વિનાશક તરંગો. જેમ જેમ તેઓ દૂર જાય છે તેમ તેમ આ નબળા પડી જાય છે. જો રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 હોય, તો તેની આસપાસ 40 કિલોમીટરની ત્રિજ્યામાં જોરદાર ધ્રુજારી આવે છે.
- ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
- વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
- ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
- ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
- ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
- ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
- ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
- દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.