ગુજરાત

પીએમ આજથી બે દિવસ ગુજરાત મુલાકાતે ; નિકોલમાં જાહેરસભા કરશે રોડ શો પણ કરશે ,

પીએમ આજથી બે દિવસ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાન આજે નિકોલમાં રોડ શો કરશે.

પીએમ નરેન્દ્ર મોદી તા. 25 અને 26 ઓગસ્ટ બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 25 ઓગસ્ટના રોજ સાંજે ચાર વાગ્યે વડાપ્રધાન એરપોર્ટથી નિકોલ પહોંચશે. જ્યાં તેઓ લોકાર્પણ અને જાહેરસભાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનનાં નિકોલ ખાતેના કાર્યક્રમને લઈ અમદાવાદ શહેર ભાજપ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી પીએમ રોડ શો કરશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગ માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.

પીએમ આજે સાંજે અમદાવાદના નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાને સંબોધન કરવાના છે. અમદાવાદ એરપોર્ટથી લઈ નરોડા હરીદર્શન ચાર રસ્તાથી રોડ શો અને નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે ગત રોજ પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. પીએમના રોડ શો ને લઈ પોલીસ દ્વારા ગત રોજ રિહર્સલ કરવામાં આવ્યું હતું. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અમદાવાદમાં PM આગમનને લઈને ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર શહેર અભેદ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદમાં આવવા-જવાના તમામ માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરભરમાં પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 5-DCP, 12-ACP, 60-PIનો બદોબસ્ત, 168-PSI, 1506-PC-HCનો બંદોબસ્ત, 323-WPC સહિત કુલ 2074નો બંદોબસ્ત રહેશે. પીએમ આજથી બે દિવસ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વતનમાં આવી રહ્યા છે. વિગતો મુજબ આગામી 25-26 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યને વિકાસની નવી ભેટ આપવામાં આવશે. PM મોદી 25મી ઓગસ્ટે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે સાંજે 4:30 વાગ્યે 5,477 કરોડ રૂપિયાના કુલ 22 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. આ વિશાળ કાર્યક્રમમાં અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં રેલવે, રોડ અને બિલ્ડિંગ, અર્બન ડેવલપમેન્ટ તથા રેવન્યૂ વિભાગોના પ્રોજેક્ટો સામેલ છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન જાહેરસભાને પણ સંબોધન કરશે, જેને લઈને નિકોલ વિસ્તારને વિશેષ રીતે શણગારવામાં આવ્યો છે.

મહેસાણા-પાલનપુર વચ્ચે 65 કિમીની રેલલાઈન ડબલિંગ, બેચરાજીથી રણુજ સુધી 40 કિમીના ગેજ કન્વર્ઝન તેમજ વિરમગામ નજીક 70 કરોડના રેલવે અંડરબ્રિજના કામોનો પણ સમાવેશ થાય છે. ચાંદખેડામાં 66 kV સબસ્ટેશનનું લોકાર્પણ પણ PM મોદી કરશે. આ તમામ કામો દેશના પરિવહન માળખાને મજબૂત બનાવશે.

અમદાવાદ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઈન (110 કરોડ), વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો (50 કરોડ) અને AUDA દ્વારા 1,500 કરોડથી વધુના ખર્ચે રોડને સિક્સલેન બનાવવા જેવા અર્બન ડેવલપમેન્ટના કામોનો પણ સમાવેશ છે. અમદાવાદના વાડજના રામાપીર ટેકરા વિસ્તારમાં 133 કરોડના ખર્ચે બનેલા 1,449 આવાસો અને 130 દુકાનોનું લોકાર્પણ પણ કરવામાં આવશે. સી.જી. રોડ અને લો ગાર્ડન વિસ્તારમાં 100 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન અને પ્લેસમેકિંગ પ્રોજેક્ટ શરૂ થશે.

આ સાથે અસારવા વિસ્તારમાં અમરસિંહ ચૌધરી રેલવે ઓવરબ્રિજ (કુલ ખર્ચ 66 કરોડ) માટે ખાતમુહૂર્ત કરવામાં આવશે. નવા બ્રિજથી આશરે 1.5 લાખ વાહનચાલકોને લાભ મળશે, ખાસ કરીને ગિરધરનગર વિસ્તારમાં બુલેટ ટ્રેનના કામથી થતા ટ્રાફિકને દુર કરવામાં મદદ મળશે.

PM મોદીના આગમન માટે સમગ્ર નિકોલ વિસ્તાર લાઇટિંગથી શણગારાશે. 22 સર્કલ અને મુખ્ય રસ્તાઓ પર વિવિધ થીમ, જેમ કે સ્વચ્છતા અને ગણેશ થીમના બેનરો લગાવાશે. એરપોર્ટથી ગાંધીનગર જતાં માર્ગ પર 12 સ્ટેજ બનાવાશે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

કડી અને સાબરમતી વચ્ચે પહેલી મેમુ યાત્રિ ટ્રેન સેવા શરૂ થશે. 2017માં બંધ થયેલા કડી-કટોસણ મીટરગેજ વિભાગ હવે બ્રોડગેજમાં રૂપાંતર બાદ ફરીથી કાર્યરત થશે. આ ટ્રેન સેવા વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી બતાવીને શરૂ કરશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button