ટ્રમ્પને ભારતનો મોટો ઝટકો!: ફ્રાન્સ સાથે મળીને દેશી ફાઈટર જેટ એન્જિન બનાવશે ,
વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રોજેકટમાં ફ્રાન્સની મોટી કંપની તફરફિક્ષ પહેલાથી જ ભારતને 100 ટકા ટેકનીક હસ્તાંતરણ કરશે. આથી ભારતમાં જ 120 કિલો ન્યુટનના નવા એન્જીનને ડિઝાઈન, ડેવલપ, ટેસ્ટ, સર્ટીફાઈ અને પ્રોડયુસ કરવામાં આવશે.

ભારતને એક પછી એક ટેરિફના ઝટકા આપતા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પને ભારતે ઝટકો આપ્યો છે. ભારત હવે ફ્રાન્સ સાથે મળીને નવું શક્તિશાળી સ્ટીલ્થ ફાઈટર જેટનું એન્જીન બનાવવાની તૈયારીમાં છે. આ એન્જીન ભારતના સ્વદેશી પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઈટર અને અન્ય આધુનિક વિમાનો માટે બનશે. આથી બન્ને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારી મજબૂત બનશે. રક્ષા સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) ટુંક સમયમાં જ આ મહત્વાકાંક્ષી પ્રોજેકટને કેબીનેટ કમીટીને આમ સિકયોરિટી પાસે મંજુરી માટે મોકલશે.
વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રોજેકટમાં ફ્રાન્સની મોટી કંપની તફરફિક્ષ પહેલાથી જ ભારતને 100 ટકા ટેકનીક હસ્તાંતરણ કરશે. આથી ભારતમાં જ 120 કિલો ન્યુટનના નવા એન્જીનને ડિઝાઈન, ડેવલપ, ટેસ્ટ, સર્ટીફાઈ અને પ્રોડયુસ કરવામાં આવશે.
અધિકારીએ જણાવ્યું હતું કે તફરફિક્ષ પહેલા પણ ભારતમાં અનેક પ્રકારના હેલિકોપ્ટરના એન્જીન બનાવતી રહી છે. ડીઆરડીઓનું માનવું છે કે તફરફિક્ષ પાંચમી પેઢીના લડાયક વિમાન અખઈઅ (એડવાન્સ્ડ મીડીયમ કોમ્બેટ એરક્રાફટ) માટે સૌથી સારો વિકલ્પ છે. આ પ્રોજેકટમાં ડીઆરડીઓની લેબ ગેસ ટર્બાઈન રિસર્ચ એસ્ટાબ્લીશમેન્ટ પણ સામેલ થશે, જેમાં લગભગ 7 બિલિયન ડોલર લાગશે. રક્ષામંત્રી રાજનાથસિંહે આ પ્રોજેકટ પર મહોર લગાવી છે. તેમણે કહ્યું હતું કે અમે ફ્રાન્સીસી કંપની સાથે ભારતમાં ફાઈટર જેટ એન્જીનનું નિર્માણનું કામ શરૂ કરનાર છીએ.