જાણવા જેવું

બંગાળની ખાડીમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના તટથી નજીક સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું, જેના પરિણામે ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડવાની શકયતા

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાંક દિવસોથી અવારનવાર ભારે વરસાદ થઈ રહ્યો છે. તેમ છતા ઉકળાટમાં કોઈ ખાસ રાહત નથી જોવા મળી.

ગુજરાત સહિત દેશભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન હવે ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. ફરી એકવાર બંગાળની ખાડીમાં હલચલ શરૂ થઈ ગઈ છે. બંગાળની ખાડીમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના તટથી નજીક સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. આગાહી મુજબ આગામી 12 થી 24 કલાકમાં આ પ્રવર્તમાન સ્થિતિના કારણે ખાડીમાં લો-પ્રેશર ઝોન વિકસશે. જેના પરિણામે ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડવાની શકયતા છે.

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાંક દિવસોથી અવારનવાર ભારે વરસાદ થઈ રહ્યો છે. તેમ છતા ઉકળાટમાં કોઈ ખાસ રાહત નથી જોવા મળી. મહત્તમ તાપમાન આશરે 32 ડિગ્રી સે. છે જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી ઘટ્યું છે. આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ અને આંધળી-તોફાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વાત કરીએ હિમાચલ પ્રદેશની તો અહીં સતત ભારે વરસાદના કારણે તબાહીની સ્થિતિ ઊભી થઈ છે. મેઘરાજાના પ્રકોપને કારણે ભૂસ્ખલન અને પાણીનો કહેર જોવા મળ્યો છે. આગાહી અનુસાર 31 ઓગસ્ટ સુધી હિમાચલમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આ સાથે આજે અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

આ તરફ આપણાં પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આ ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ પડ્યો છે. પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં પાણી ભરાવ અને પૂર જેવી સ્થિતિ છે. આથી રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં મંગળવારે શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. રાજસમંદ, ઉદયપુર અને સિરોહી સહિત ઘણા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

બંગાળની ખાડીમાં સર્જાતા નવા લો-પ્રેશર વિસ્તારમાંથી પૉઝિટિવ સિસ્ટમ સર્જાઈ છે, જીની સીધી અસર છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર પડશે. આ તમામ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વિદર્ભ અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે. આ સાથે આજ સુધી ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ થયો છે, પરંતુ આગામી દિવસોમાં આ નવી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, નવસારી, ડાંગ અને સુરત જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ શક્યતાઓ છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button