તિબેટમાં ડેમની આડમાં ‘વોટર બોમ્બ’ બનાવતું ચીન : જો આ ડેમ બને તો ભારતમાં દુકાળ-પૂરનો ખતરો
ચીનના વિશાળ ડેમના ખતરાને ટાળવા ભારત સરકારના અપર સિયાંગ મલ્ટીપર્પઝ ડેમ બનાવવાનો પ્લાન : જેની સામે સ્થાનિક આદિવાસી સમુદાયનો ઉગ્ર વિરોધ

ચીન તિબેટમાં વિશાળ ડેમ બનાવી રહ્યુંં છે. આ ડેમ વોટર બોમ્બ સાબિત થઈ શકે છે. તિબેટમાં બનનાર આ વિશાળ ડેમ ભારત માટે ટેન્શન બની જશે. ભારતમાં પાણીની અછત થવાની ચિંતા છે. જેથી ભારત સરકાર એકશન મોડમાં આવી ગઈ છે.
જેથી ભારતે અરૂણાચલ પ્રદેશમાં અપર સિંમાંગ મલ્ટીપર્પઝ સ્ટોરેજ ડેમના નિર્માણને ઝડપી કરવાની યોજના બનાવી છે, જોકે સ્થાનિક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. બીજી બાજુ, ચીનને કહેલ છે કે તેના ડેમથી નીચેના દેશો પર કોઈ ખરાબ અસર નહીં પડે.
રિપોર્ટ મુજબ ચીન દ્વારા તિબેટમાં બનનાર વિશાળ ડેમથી ચીન વોટર ફલોને ઘટાડી શકે છે અને એથી ભારતના રાજયોમાં પાણીની અછત સર્જાઈ શકે છે. ભારતને એ વાતની ચિંતા છે કે આ ડેમ સૂકા હવામાનમાં પારલુંગ જાંગબો નદીના પાણીના પ્રવાહને 85 ટકા સુધી ઘટાડી શકે છે.
આ નદીનું પાણી ભારતમાં સિયાંગ અને બ્રહ્મપુત્રાના નામથી ઓળખાય છે. આ પાણી ભારત, ચીન અને બાંગ્લાદેશના 10 કરોડથી વધુ લોકોની પાણીનો ભાગ છે.
ચીને ડિસેમ્બરમાં જાહેર કર્યુ હતું કે તે યારલુંગ જાંગબો નદી પર દુનિયાનો સૌથી મોટો હાઈડ્રો પાવર ડેમ બનાવશે. આ વિસ્તાર ભારતની સીમા પાસે છે. આ ખબર ભારત માટે ખતરાની ઘંટડી છે, કારણ કે ચીનના આ ડેમ નદીના પાણીને નિયંત્રિત કરી શકે છે. જેના પરિણામે ભારતમાં દૂકાળ અને પૂરનો ખતરો વધી શકે છે. ભારતનું સરકારી વિશ્લેષણ કહે છે કે આ ડેમ 40 અબજ ઘનમીટર પાણક્ષ રોકી શકે છે.
બીજી બાજુ ભારત સરકાર આ મુશીબતને ઘટાડવા અપર સિયાંગ મલ્ટીપર્પઝ સ્ટારેજ ડેમને જલદી બનાવવા માટે પગલા લઈ રહી છે. આ મામલે વડાપ્રધાન મોદીએ એક બેઠક બોલાવી હતી.
જેમાં આ પ્રોજેકટને ઝડપી કરવા ચર્ચા થઈ હતી પરંતુ અરૂણાચલના સ્થાનિક લોકો, ખાસ કરીને આદિવાસી સમુદાય આ ડેમનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ ડેમથી 1 લાખથી વધુ લોકોને અસર થશે.
જયારે અરૂણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુ આ ડેમનું સમર્થન કરે છે અને તેને ચીનના ખતરાની વિરૂધ્ધ માને છે. ભારત માટે આ ડેમ રણનીતિક મિશન જેવો છે.