પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, Maruti E Vitaraનું આજે લોન્ચિંગ કરશે ,
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. થોડીવારમાં પીએમ મોદી હાંસલપુર જવા રવાના થશે, મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં નવા EV યુનિટની શરૂઆત કરશે. મારુતિ વિટારા ઈલેક્ટ્રિક કારને ફ્લેગ ઓફ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાતમાં વિકાસ પ્રોજેક્ટ્સની મોટી ભેટ આપી હતી. તેમણે 5400 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આમાં રેલવે, રસ્તા, વીજળી, આવાસ અને શહેરી માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે. 1400 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સ રેલવે માટે સમર્પિત કરવામાં આવ્યા હતા. આમાં 65 કિમી લાંબી મહેસાણા-પાલનપુર રેલ્વે લાઇન (530 કરોડ રૂપિયા), 37 કિમી કલોલ-કડી-કટોસણ રોડ લાઇનનું ગેજ કન્વર્ઝન અને 40 કિમી બિચરાજી-રનુજ રેલ્વે લાઇન (860 કરોડ રૂપિયા)નો સમાવેશ થાય છે. અધિકારીઓના મતે, આ કામો મુસાફરોની સુવિધામાં વધારો કરશે, માલ પરિવહનને સરળ બનાવશે અને ઉત્તર ગુજરાતના આર્થિક સંબંધોને મજબૂત બનાવશે.
બેટરી ઇકોસિસ્ટમના આગામી તબક્કાનું પણ ઉદ્ઘાટન કરશે. આ પછી વડાપ્રધાન ગુજરાતમાં TDS લિથિયમ-આયન બેટરી પ્લાન્ટમાં હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનની શરૂઆત સાથે ભારતના બેટરી ઇકોસિસ્ટમના આગામી તબક્કાનું પણ ઉદ્ઘાટન કરશે. આ તોશિબા, ડેન્સો અને સુઝુકીનું સંયુક્ત સાહસ છે. આ સાથે એંસી ટકાથી વધુ બેટરી હવે ભારતમાં જ બનાવવામાં આવશે. આ કાર્યક્રમો પછી વડાપ્રધાન દિલ્હી જવા રવાના થશે.
વડાપ્રધાન મોદી મંગળવારે ગુજરાતના હાંસલપુર પ્લાન્ટની મુલાકાત લેશે અને મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક SUV મારુતિ E વિટારાની ઉત્પાદન લાઇનને લીલી ઝંડી આપશે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે 26 ઓગસ્ટ 2025ના રોજ પીએમ મોદી હાંસલપુરમાં સુઝુકી મોટર પ્લાન્ટમાં બે ઐતિહાસિક કાર્યોનું ઉદ્ઘાટન કરશે. પહેલું ગ્રીન ટ્રાન્સપોર્ટેશનના વૈશ્વિક કેન્દ્ર તરીકે અને બીજું મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પ્રત્યે પીએમ મોદીનો સંકલ્પ છે.
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. થોડીવારમાં પીએમ મોદી હાંસલપુર જવા રવાના થશે, મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં નવા EV યુનિટની શરૂઆત કરશે. મારુતિ વિટારા ઈલેક્ટ્રિક કારને ફ્લેગ ઓફ કરશે.
ઈલેક્ટ્રિક કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરાશે