જાણવા જેવું

કમિશ્નરનો આદેશ ; જમ્મુમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે રાતના 8થી સવારના 8 વાગ્યા સુધી જમ્મુમાં નાઇટ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવાનો આદેશ

રાત્રિના 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી નાઇટ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત, જાણો અચાનક એવું તે શું થયું

કોરોના મહામારી દરમ્યાન લોકડાઉનનો અનુભવ ઘણા લોકોને થયો હતો પણ આ વખતનો લોકડાઉન કોઈ વાયરસને લઈને નહીં પરંતુ કુદરતી આપત્તિઓને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં જમ્મુમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનો સ્તર ખુબ વધી ગયો છે. સાથે સાથે ભૂસ્ખલન અને વાદળ ફાટવા જેવી ઘટનાઓએ સ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જમ્મુના ડિવિઝનલ કમિશ્નર રમેશ કુમાર દ્વારા રાત્રિના 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી નાઇટ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. લોકોથી ઘરમાં જ રહેવાની અને સલામતી માટે પ્રશાસન સાથે સહકાર આપવાની અપીલ કરવામાં આવી છે.

જમ્મુના ડિવિઝનલ કમિશ્નર રમેશ કુમારે જણાવ્યુ હતું કે, હાલ લોકોની સુરક્ષા સર્વોચ્ચ મહત્વની છે અને આ નિર્ણય એ જ દિશામાં લેવાયો છે. જમ્મુ વિભાગના પર્વતીય અને નીચાણવાળા વિસ્તારોમાં સતત વરસાદને કારણે પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે. પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાના કારણે રસ્તાઓ અવરોધાયા છે અને લોકોના જીવને ખતરો સર્જાયો છે.

આ રાત્રિ લોકડાઉન સોમવારથી અમલમાં આવ્યુ છે અને પરિસ્થિતિ સુધરે ત્યાં સુધી ચાલુ રહેશે. નાગરિકોને ઘરની બહાર ન નીકળવાની અને પ્રશાસનના આદેશનું પાલન કરવાની વિનંતી કરવામાં આવી છે. હાલ NDRF, SDRF અને સુરક્ષા દળોની ટીમો સતર્ક સ્થિતિમાં છે. નિકટના હિસ્સાઓમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. જરૂર પડ્યે સેના પણ રાહત અને બચાવ કાર્યમાં સહાય કરશે.

રમેશ કુમારે લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર અધિકૃત સરકારી જાહેરાતો પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. કોઈ પણ જરૂરી માહિતી માટે હેલ્પલાઇન નંબરોનો ઉપયોગ કરવાની સલાહ પણ આપી છે. આ નાઇટ લોકડાઉનનો મુખ્ય ઉદ્દેશ છે નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવી અને બચાવ કામગીરીમાં સહયોગરૂપ સ્થિતિ ઊભી કરવી. કુદરતી આપત્તિના સમયે બેદરકારીનું કોઈ સ્થાન નથી, એવો સત્વર સંદેશ પ્રશાસને આપ્યો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button