બિહારમાં ચાલી રહેલી મતદાર અધિકાર યાત્રા હવે રાષ્ટ્રીય રાજકારણનું કેન્દ્રબિંદુ બની ગઈ છે.
ગુજરાત મોડેલ આર્થિક મોડેલ નહીં, વોટ ચોરી કરવાનું મોડેલ...' રાહુલ ગાંધીના ચાબખા

બિહારમાં ચાલી રહેલી મતદાર અધિકાર યાત્રામાં તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને જોડાયા હતા. સ્ટાલિને કટાક્ષ કરતા જણાવ્યું કે, “બીજેપી ચૂંટણી પંચને પોતાની કઠપૂતળી બનાવી દીધી છે અને મતદાર યાદીમાંથી 65 લાખ લોકોના નામ હટાવ્યા છે, જે આતંકવાદ કરતા પણ વધુ ખતરનાક કૃત્ય છે.” રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ બિહારના SIR (Special Investigation Report) વિરુદ્ધ આ યાત્રા શરૂ કરવામાં આવી છે.
મુઝફ્ફરનગરમાં યોજાયેલી એક મોટી જનસભામાં સ્ટાલિને કહ્યું કે, મતદારોના હક્કો છીનવી લેવામાં આવી રહ્યા છે અને આ લોકશાહી માટે મોટો ખતરો છે. એમ.કે. સ્ટાલિને એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું: “બિહાર પહોંચી ગયો છું. આ પવિત્ર ધરતી, જેને લાલૂ પ્રસાદ યાદવ જેવા નેતાઓએ પોષી છે, આજે પોતાના આંખોમાં આગ લઈને મારા સ્વાગતમાં ઊભી છે. હું રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ અને પ્રિયંકા ગાંધી સાથે મતદાર અધિકાર માટેના આ સંઘર્ષમાં જોડાયો છું.”
જાહેરસભામાં રાહુલ ગાંધીએ આક્ષેપ લગાવ્યા હતા . તેમણે કહ્યું, “મારે આવતા રસ્તામાં બાળકો કહેતા હતા કે તેમની પાસે મત નથી રહ્યો. દરેક ચૂંટણી પહેલાં ઓપિનિયન પોલ આવે છે અને તેમાં કોંગ્રેસ આગળ બતાવવામાં આવે છે, પણ પરિણામ આવે ત્યારે બીજેપી 300 પાર પહોંચે છે. આ બધું પૂર્વનિયોજિત છે.” રાહુલે કહ્યું કે વોટ ચોરીનો આ મૉડેલ 2014 પહેલાં જ ગુજરાતમાંથી શરૂ થયો હતો. ગુજરાત મોડેલ’ વિકાસનો મોડેલ નથી, પરંતુ વોટ ચોરીનો મોડેલ છે,” એમ તેમણે સ્પષ્ટ કર્યું.
તેમણે આગળ કહ્યું કે મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા અને લોકસભા ચૂંટણીમાં પણ આવી ચોરી થઇ છે. “કર્ણાટકમાં અમારીએ ટીમ મોકલાવી અને વોટ ચોરીની સાબિતી મેળવી. હવે બીજેપીના શડયંત્રને દેશ સામે લાવશું.” રાહુલના જણાવ્યા અનુસાર, જે લોકોના વોટ કાપવામાં આવ્યા છે તેમાં મોટા ભાગે પછાત વર્ગો, દલિતો અને અલ્પસંખ્યકો છે. “અમબાની અને અડાણીના વોટ નહીં કપાય, કાપાશે તો ફક્ત ગરીબોના,” એમ તેમણે સ્પષ્ટ જણાવ્યું.
તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, “નરેન્દ્ર મોદી અને અમિત શાહ વોટ ચોરી કરે છે અને પછી ચૂંટણી જીતી જાય છે. આમાં તેમની મદદ ચૂંટણી પંચ તરફથી થાય છે.” આ સમગ્ર પ્રકરણ ભારતીય લોકશાહી માટે ચિંતાજનક છે. જો મતદારોના હક્કો છીનવવામાં આવે છે અને ચૂંટણી પદ્ધતિમાં આડઅવાજે હસ્તક્ષેપ થાય છે, તો આ દેશમાં લોકશાહીનું પાયો જ ખસી શકે છે. કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો હવે આ મુદ્દે રાષ્ટ્રીય સ્તરે લડતનું એલાન આપી ચૂક્યા છે.