આવકવેરા વિભાગે ગૂપચૂપ એક આંતરિક પરિપત્ર જારી કરી દીધો હવે મર્યાદીત કાળુ-નાણું રાખવાની છુટ
18 ઓગષ્ટથી અમલી : રૂા.20 લાખ સુધીના બેનામી ચોકકસ રોકાણમાં હવે કાનૂની કાર્યવાહી-દંડ નહી થાય

આવકવેરા વિભાગ દ્વારા આઈટી એકટમાં અનેક સુધારા અત્યંત ચાલાકીપૂર્વક કરવામાં આવે છે જેથી તેનો દૂર ઉપયોગ થાય નહી અને તેવોજ એક સુધારો વિદેશમાં કાળા નાણા રાખવા સંબંધી કરવામાં આવ્યો છે. જેમાં આ પ્રકારે કાળા નાણા ધરાવનારને થોડી રાહત મળી શકે છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્ષ દ્વારા તા.18 ઓગષ્ટ 2025ના એક સકર્યુલરથી વિદેશમાં રૂા.20 લાખ સુધીની અસ્થાયી સંપતિ જેમકે વિદેશી બેન્ક ખાતામાં નાણા કે કોઈ રીતે નાણાકીય રોકાણ થયું હોય અને તે આવકવેરા વિભાગને જાણ થઈ ન હોય અથવા તેના રિટર્નમાં તે દર્શાવાયું ન હોય તો આવકવેરા ધારાની કલમ 49/50 હેઠળ જે કાનુની કાર્યવાહી થાય છે અથવા તેના પર જે દંડ લગાવાય છે તે થશે નહી.
જો કે આ બન્નેમાંથી જ મુક્તિ આપવામાં આવી છે અને આ છુટછાટ અસ્થાયી એટલે કે જે મુવેબલ પ્રોપર્ટી છે તેને જ લાગુ થશે. સ્થાવર મિલ્કત એટલે કે મકાન-ઓફિસ કે તેવી મિલ્કતમાં રોકાણ થયું હોય તેને આ લાગુ થશે નહી અને આ પ્રકારના રોકાણમાં જે ટેક્ષ વસુલાતપાત્ર છે તે તો વસુલાશે જ તે નિશ્ચિત છે.
આવકવેરા વિભાગે એક ઈન્ટરવલ પરિપત્રથી આ ફેરફાર કર્યા છે તેને જાહેરમાં રખાયો નથી. આ ઈન્ટરનલ ઈન્ટ્રકશન સકર્યુલ જેનો નંબર એફ-285 46/2021 આઈટી(એ) 88 છે. તેમાં અગાઉ આ પ્રકારના વિદેશમાં રોકાણની મર્યાદા જે રૂા.20 લાખ હતી તે વધારીને રૂા.20 લાખ કરવામાં આવી છે.
આમ ટેક્ષ ભરવાની શરતે તમને કોઈ કાનુની કાર્યવાહીના ડર વગર રૂા.20 લાખ સુધીના બિનહિસાબી જે માટે આવકવેરા વિભાગ કે અન્ય કોઈ ઓથોરિટીને જાણ કરવામાં આવી નથી તેમાં આ પ્રકારની રાહત મળવી આ માટે જે તે નાણાકીય વર્ષમાં તે પ્રકારના બેનામી રોકાણની મર્યાદા રૂા.20 લાખથી વધુ હોવી જોઈએ નહી.
આમ આ રીતે થયેલા સુધારા થોડી રાહત આપશે. જેમાં બેન્ક ખાતા શેર, અન્ય સિકયોરિટીનો સમાવેશ થાય છે. તમામ પ્રકારનું રોકાણ એક જ સાથે ગણાશે. આમ તમારા વિદેશી બેન્ક ખાતામાં થોડું બેલેન્સ રહી ગયું હોય તો તેથી ચિંતા કરવાની જરૂર નથી અથવા કરદાતાને થોડી રાહત થશે.